ભારત-અમેરિકા વચ્ચે મહત્વપૂર્ણ બેઠક થશે ટુ પ્લસ ટુ મિટિંગ પર નજર બેઠકને લઇને વ્હાઇટ હાઉસ પણ ઉત્સુક ઃ દુનિયાની નજર

વોશિગ્ટન,તા. ૯
ભારત અને અમેરિકા વચ્ચે યોજાનારી ટુ પ્લસ ટુ બેઠક પર દુનિયાની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. ટુ પ્લસ ટુ બેઠકથી પહેલા વ્હાઇટ હાઉસે નિવેદન કરતા કહ્યુ છે કે ભારત તેમના માટે સૌથી મોટા અને મહત્વપૂર્ણ ભાગીદાર દેશ તરીકે છે. દુનિયામાં અમારા સંબંધ સૌથી મહત્વપૂર્ણ છે. વ્હાઇટ હાઉસ તરફથી આ નિવેદન ટુ ટુ બેઠક પહેલા આવ્યુ છે. પ્રેસ સચિવ જેન સાકીએ કહ્યુ છે કે ભારત સાથે અમારા સંબંધ ખુબ મહત્વપૂર્ણ છે. પ્રમુખ જાે બાઇડનને ટાંકીને તેમને આ વાત કરી છે. ભારત અને અમેરિકા વચ્ચે ૧૧મી એપ્રિલના દિવસે ટુ પ્લસ ટુ બેઠક યોજાશે. તે પહેલા આ નિવેદન કરવામાં આવ્યુ છે. નિવેદનમાં કેટલીક આશા પણ વ્યક્ત કરવામાં આવી છે. આગામી બેઠક વધારે સફળ સાબિત થશે તેવી વાત પણ કરવમાં આવી છે. આ ગાળા દરમિયાન કહેવામાં આવ્યુ છે કે આ બેઠક હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં સંયુક્ત લક્ષ્યાંકોને આગળ વધારી દેવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે. જેન સાકીએ કહ્યુ હતુ કે ટુ પ્લસ ટુ બેઠક દરમિયાન યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધના કારણે ઉભી થયેલી સ્થિતી તેમજ ખાદ્ય સંકટ પર પણ વાતચીત થશે. હકીકતમાં આ વાતચીત સંરક્ષણ અને વિદેશ પ્રધાન સ્તર પર થનાર છે. ભારત તરફથી સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહબ અને વિદેશ પ્રધાન એસ જયશંકર અમેરિકાની યાત્રા કરશે. સોમવારના દિવસે આ સમિટમાં ભાગ લેશે. વ્હાઇટ હાઉસના સલાહકાર ભારતીય મુળના દલીપસિંહે કહ્યુ છે કે તેલ આયાતને લઇને અમેરિકાએ કોઇ વાત કરી નથી. ભારતીય પક્ષ સાથે રચનાત્મક વાતચીત કરવામાં આવી હતી. તેમણે કહ્યુ હતુ કે ભારત રશિયાની તુલનામાં અમેરિકા પાસેથી વધારે ઉર્જાની આયાત કરે છે. હકીકતમાં દલીપ સિંહે ભારત યાત્રા દરમિયાન કથિત રીતે કહ્યુહતુ કે જાે ચીનવાસ્તવિક અંકુશ રેખાનો ભંગ કરે છે તો ભારતને એવી આશા રાખવી જાેઇએ નહીં કે રશિયા તેની મદદ કરશે. ભારત અને અમેરિકા વચ્ચેની બેઠકમાં રાજનાથ સિંહ અને જયશંકર ભારત તરફથી તમામ મુદ્દાને જાેરદાર રીતે રજૂ કરવા માટે તૈયાર છે. આ વાતચીત એવા સમય પર થઇ રહી છે જ્યારે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ જારી છે. યુક્રેનમાં રશિયા દ્વારા કરવામાં આવી રહેલા હુમલા શનિવારના દિવસે પણ જારી રહ્યા છે. રશિયન વિમાનોએ રાતભર પૂર્વીય અને મધ્ય યુક્રેનના શહેરો પર બોંબ ઝીંકવામાં આવ્યાહતા. પાટનગર કિવના પેટાનગરમાં પણ ગોળીબાર કરવામાં આવ્યોહતો. હાલત હાલમાં ખુબ ખરાબ છે. રશિયન સેના તરફથી દિન રાત ગોળીબાર કરવામાં આવી રહ્યો છે, વિશ્વમાં માનવીય સંકટની વચ્ચે આ મહત્વપૂર્ણ બેઠક યોજાઇ રહી છે જે ઉપયોગી છે.