ભરૂચમાં પ્રચંડ બ્લાસ્ટમાં છ મજુરોના મોત થયા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ

અમદાવાદ,તા. ૧૧
ગુજરાતના ભરૂચમાં કેમિકલ ફેક્ટરીમાં જાેરદાર પ્રચંડ બ્લાસ્ટ થતા છ મજુરોના મોત થયા છે. વહેલી પરોઢે બ્લાસ્ટ થયા બાદ ભારે ભાગદોડ મચી ગઇ હતી. માર્યા ગયેલા છ શ્રમિકો એક રિયેક્ટરની પાસે કામ કરી રહ્યા હતા. કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટના કારણે લોકો એકત્રિત થઇ ગયાહતા. અમદાવાદથી ૨૩૫ કિલોમીટરના અંતરે વિસ્તારમાં બ્લાસ્ટ થયો હતો. ભરૂચના પોલીસ અધિકારી લીના પાટીલે માહિતી આપતા કહ્યુ હતુ કે માર્યા ગયેલા છ લોકો રિયેક્ટરની પાસે કામ કરી રહ્યાહતા. સોલ્વન્ટ પ્લાન્ટમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ બાદ પ્લાન્ટમાં આગ ફાટી નિકળી હતી. ઘટનાસ્થળે પહોંચેલી ટીમે બચાવ અને રાહત કામગીરી હાથ ધરી હતી. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. મૃત્યુ પામેલા તમામ લોકોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યાહતા. આ બનાવમાં કોઇ ઘાયલ હોવાના હેવાલ મળ્યા નથી. બ્લાસ્ટ થવાના કારઁણને લઇને હજુ સુધી માહિતી મળી નથી. શોધખોળ ચાલી રહી છે. બીજી બાજુ મૃત્યુ પામેલા લોકોની ઓળખ પણ થઇ શકી નથી. બનાવ મોડી રાત્રે બન્યા બાદ ફાયરની ટીમને પણ તરત માહિતી મળી ન હતી. જાે કે માહિતી મળતાની સાથે જ ટીમ પહોંચી ગઇ હતી. પોલીસ અને ફાયર દ્વારા કારણમાં તપાસ હાથ ધરવામાં આવી છે.
ગુજરાતમાં ભરૂચ ખાતે બનાવ બન્યા બાદ પરિવારના સભ્યો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આઘાતનુ મોજુ ફરી વળ્યુ હતુ. વહીવટીતંત્રમાં પણ આઘાતનુ મોજુ ફરી વળ્યુ છે.
પ્લાન્ટમાં આગની ઘટના અને તેમાં છ મજુરોના મોતના સમાચાર મળતાની સાથે જ સંબંધિત અધિકારીઓ અને પ્લાન્ટના લોકો સ્થળ પર પહોંચી ગયા હતા. જાે કે હજુ સુધી વળતરની કોઇ પણ જાહેરાત કરવામાં આવી નથી.