ક્રુડની કિંમત ૯૭.૮૨ ડોલરની સપાટી પર ક્રુડની કિંમત ૧૦૦થી નીચે
ભારતને રાહત થઇ : ભારત ૮૫ ટકા ક્રુડ આયાત કરે છે

નવી દિલ્હી,તા. ૧૩
ભારતીય ક્રુડ ઓઇલની કિંમત પહેલી એપ્રિલ બાદથી પાંચ ટકા કરતા વધુ ઘટી ગઇ છે. ક્રુડની કિંમત હવે ૧૦૦ ડોલરથી નીચે પહોંચી ગઇ છે. માર્ચના ભાવની તુલનામાં ક્રુડ ઓઇલની કિંમતમાં ૧૩ ટકાનો નોધપાત્ર ઘટાડો થયો છે. કિંમતમાં ઘટાડો થવાના કારણે ભારતને મોટી રાહત થઇ છે. કારણ કે ભારત તેની તેલની જરૂરિયાત પૈકી ૮૫ ટકા તેલની આયાત કરે છે. ક્રુડ ઓઇલની કિંમત ડોલરની સામે ૯૭.૮૨ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયો છે. ડોલરની સામે કિંમત ઘટી ગઇ છે. ગયા વર્ષે એપ્રિલમાં સેરરાશ ખર્ચ પ્રતિ ડોલર ૬૩ ડોલર સુધી પહોંચી ગયો હતો. જાન્યુઆરીમાં કિંમત ૮૪.૬૭ ડોલર, ફેબ્રુઆરીમાં ૯૪.૦૭ ડોલર તેમજ માર્ચમાં ૧૧૨.૮૭ ડોલરની કિંમતે પહોંચી ગઇ હતી. પરંતુ એપ્રિલમાં ડેટામાં કેટલીક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આઠમી એપ્રિલ બાદ ક્રુડની કિંમતમાં ચાર ટકાનો ઘટાડો થયો છે. માર્ચ ૨૦૨૨માં ક્રુડની સરેરાશ ઘટી રહી છે. એપ્રિલમાં ભાવ ૧૩.૩૩ ટકા સુધી પહોંચી ગયો છે. થોડાક સમય પહેલા એમ માનવામાં આવ્યુ હતુ કે ક્રુડના ભાવ ૩૦૦ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. ભારતમાં ક્રુડ અને પેટ્રોલ અને ડીઝલના ભાવ બે ગણા થઇ શકે છે.
આંતરરાષ્ટ્રીય ક્રુડના ભાવ ટુંકમાં ૧૮૫ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. ભારત પોતાની જરૂરિયાત પૈકી ૮૫ ટકા ક્રુડ ઓઇલની આયાત કરે છે. જેથી સ્થાનિક સ્તર પર પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં રેકોર્ડ વધારો થવાની શક્યતા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છેકે સ્થાનિક બજારોમાં દિવાળી બાદથી કિંમતોમાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી. યુદ્ધ અને કોરોના મહામારીના કારણે પણ ક્રુડની કિંમતમાં ફેરફારની સ્થિતી જાેવા મળી રહી છે. યુક્રેન વોરની વધારે માઠી અસર થઇ છે.