
અમેરિકા સહિત વૈશ્વિક દબાણની ઐસી-તૈસી :વ્લાદીમીર પુટિન યુક્રેનમાં હુમલા જારી રહેશે: પુટિન
કિવ,તા.૧૩
રશિયન વોરના કારણે હાલત ખરાબ થયેલી છે. યુક્રેનમાં ભારે તબાહી થઇ ચુકી છે. યુક્રેન વોરનુ ખતરનાક ચિત્ર ઉપસી રહ્યુ છે. મૈરિયુપોલમાં ૨૧ હજારથી વધારે લોકોના મોત થઇ ચુક્યા છે. મોટી સંખ્યામાં ઇમારતો તબાહ થઇ ચુકી છે. રશિયન યુદ્ધની શરૂઆત થયા બાદ ભારે નુકસાન થયુ છે. રશિયન પ્રમુખ વ્લાદીમીર પુટિને કહ્યુ છે કે યુક્રેનમાં યુદ્ધ જારી રહેશે.બેલારૂસના તેમના સમક્ષ સાથે વાતચીત કર્યા બાદ પુટિને આ જાહેરાત કરી છે. બુચામાં હાલત ખરાબ છે. ૪૦૩ મૃતદેહો મળી આવ્યા છે. કિવમાં આશરે ૨૦૦ લાશ મળી આવી છે. ૨૦૦ લોકો લાપતા થયેલા છે. યુદ્ધ ૪૯ દિવસે જારી છે. રશિયન હુમલામાં કેટલાક ગામો અને શહેર તબાહ થઇ ગયા છે. હવે રશિયન સેનાનો ૧૨.૮ કિલોમીટર લાંબો કાફલો ઇઝ્યુમ શહેરની તરફ વધી રહ્યો છે. તેના સેટેલાઇટ ફોટો પણ સપાટી પર આવ્યા છે. રશિયન સેના હવે નીપર નદીની આસપાસ કોઇ મોટા હુમલાને અંજામ આપી શકે છે. રશિયાના જવાનો હજુ કિવ પર કબજાે જમાવી લેવામાં નિષ્ફળ રહ્યા છે. જેને ધ્યાનમાં લઇને રશિયાએ તેની યુદ્ધનિતી બદલી નાંખી છે. હવે તે પૂર્વીય યુક્રેન પર પહેલા હુમલા કરવા માંગે છે. યુક્રેન પણ લડાયક મુડમાં છે. યુક્રેને રશિયાના ક્રુજ મિસાઇલથી ભરેલી એક ટ્રેકને ફુંકી મારી છે. યુક્રેનની સેનાએ લુહાંસ્કમાં રશિયન હથિયારોના ડિપોને પણ ફુંકી મારીને જડબાતોડ જવાબ આપ્યો છે. યુક્રેનના પ્રમુખ જેલેંસ્કીે કહ્યુ છે કે અમે હાર સ્વીકારીશુ નહી. તેમઁણે કહ્યુ હતુ કે રશિયા મોટા હુમલા કરી શકે છે. જાે કે રશિયાને એક દિવસ વાસ્તવિકતા સ્વીકાર કરવી પડશે. મેરિકા સહિતના દેશોના રશિયા પર કઠોર આર્થિક પ્રતિબંધ લાગુ કરવાની પણ કોઇ અસર થઇ નથી. રશિયા દ્વારા યુક્રેનમાં સતત હુમલા કરવામાં આવી રહ્યા છે. જમીની અને હવાઇ હુમલા કરવામાં આવી રહ્યા છે. રશિયા દ્વારા કરવામાં આવી રહેલા હુમલાના કારણે યુક્રેનની હાલત વધુને વધુ ખરાબ થઇ રહી છે. યુક્રેનના પ્રમુખ વોલોદિમિર જેલેંસ્કીએ કહ્યુ છે કે બોરોડ્યાકા શહેરની હાલત વધારે ખરાબ થઇ ગઇ છે. અહીં બુચા કરતા પણ વધારે ખરાબ હાલત છે. બીજીબાજુ યુદ્ધ અપરાધના આરોપી તરીકે ગણીને રશિયાને સંયુક્તરાષ્ટ્ર માનવ અધિકાર પરિષદથી બહાર કરવાનો નિર્ણય કર્યો છે. યુક્રેનના ઇરપિન શહેરમાં ત્રણ દિવસ માટે સંચારબંધી લાગુ કરવામાં આવી છે. ૧૧મી એપ્રિલ સુધી કરફ્યુ લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ગાળા દરમિયાન શહેરમાં કોઇને પ્રવેશ કરવાની તક આપવામાં આવશે નહીં. રશિયન સેના દ્વારા યુક્રેની શહેર મૈરિયુપોલ અને ખારકિવને તબાહ કરી દીધા છે. પશ્ચિમી દેશો દ્વારા લાગુ કરવામાં આવેલા પ્રતિબંધના કારણે મૈરિયુપોલ અને ખારકીવ શહેરમાં હાલત ખરાબ થયેલી છે.મૈરિયુપોલના દક્ષિણી બંદર પર ૨૪મી ફેબ્રુઆરીના દિવસથી સતત હુમલા કરવામાં આવી રહ્યા છે. અહીં ભોજન, પાણી, વીજળી વગર હજારો લોકો ફસાયેલા છે. શહેરમાં માનવીય હાલત સતત ખરાબ થઇ રહી છે.
૦-૦-૦