ચોથી લહેરનો ભય:૨૮ દિનમાં ૫૪૭૪ના મોત ૨૯ જિલ્લામાં કોરોના બેકાબુ

નવી દિલ્હી,તા. ૧૩
કોરોનાની ચોથી લહેરની દહેશત ઉભી થઇ ગઇ છે. દેશના ૨૯ જિલ્લામાં ફરી એકવાર કોરોના બેકાબુ છે. દિલ્હી, ગુજરાત અને હરિયાણામાં કોરોનાના કેસમૉ ફરી એકવાર વધારો થઇ રહ્યો છે. ભારતના આંકડા પણ ભયભીત કરી રહ્યા છે. છેલ્લા ૨૮ દિવસના ગાળામાં જ ૫૪૭૪ લોકોના મોત કોરોનાના કારણે થયા છે. ૪૦૮૬૬ લોકો કોરોનાના કારણે ગ્રસ્ત થયા છે. ફરી એકવાર એલર્ટ થઇ જવાની જરૂર છે. દેશના ૨૯ જિલ્લામાં કોરોના બેકાબુ છે. આ જિલ્લામાં પોઝિટીવિટી રેટ પાંચ ટકા કરતા વધારે છે. કેરળના ૧૪ જિલ્લા અને મિઝોરમના સાત જિલ્લામાં હાલત ખરાબ છે. કેરળના ૧૪ જિલ્લામાં પોઝિટીવિટી રેટ ૧૦ ટકા કરતા વધારે છે. એટલે કે ૧૦૦ લોકોના ટેસ્ટ થઇ રહ્યા છે તે પૈકી ૧૦ લોકો લોકો પોઝિટિવ આવી રહ્યા છે. મિઝોરમમાં સાત જિલ્લામાં પોઝિટીવિટીરેટ ૧૦ ટકા કરતા વધારે છે. હરિયાણાના ગુરૂગ્રામમાં પોઝિટિવીટી રેટ ૫.૮૧ ટકા છે. મણિપુર અને ઓરિસ્સામાં એક એક જિલ્લામાં પોઝિટીવિટી રેટ પાંચ ટકા કરતા વધારે છે. ત્રણ રાજ્યોમાં કોરોના ગ્રોથ રેટમાં વધારો થયો છે. ગુજરાતમાં દરરોજ આવનાર કેસમાં ૪૨.૪ ટકાનો વધારો થયો છે. હરિયાણામાં ૧૮.૧ ટકાનો વધારો થયો છે. કેન્દ્ર સરકારે પણ અમેરિકા અને ચીનમાં વધતા જતા કેસો વચ્ચે પાંચ રાજ્યોને એલર્ટ રહેવા માટે ચેતવણી આપી દીધી છે. ગુજરાત, હરિયાણા અને દિલ્હીમાં પણ કેસો વધ્યા છે. ગયા સપ્તાહની તુલનામાં કેસોમાં વધારો થયો છે. દિલ્હીમાં કોરોના ટેસ્ટિંગ પણ ઓછા થઇ રહ્યા છે. આ સપ્તાહમાં હરિયાણામાં કોરોનાના ૫૧૪ કેસ સપાટી પર આવ્યા છે. જ્યારે ગત સપ્તાહમાં ૩૪૪ કેસ સપાટી પર આવ્યા હતા. ગુજરાતમાં પણ છેલ્લા ત્રણ દિવસથી કેસો વધ્યા છે. ગુજરાતમાં આ સપ્તાહમાં ૧૧૫ કેસ સપાટી પર આવ્યા છે. ગત સપ્ચાહમાં ૬૧ કેસસપાટી પર આવ્યા હતા. જેના કરતા હવે ૮૯ ટકા કેસો વધારે છે. દેશના અનેક રાજ્યોમાં કર્ણાટક, તેલંગણા, મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. મહારાષ્ટ્રમાં આ સપ્તાહમાં ૭૭૬ કેસ સપાટી પર આવ્યા છે. જે ગત સપ્તાહમાં ૮૮૫ કેસ સપાટી પર આવ્યા હતા.દેશના મોટા રાજ્ય મહારાષ્ટ્રમાં આ સપ્તાહમાં કોરોનાથી ૨૭ લોકોના મોત થયા છે જે ગત સપ્તાહની તુલનામાં ત્રણ ગણા વધારે છે. આરોગ્ય મંત્રાલય દ્વારા પાંચ રાજ્યોને ચેતવણી આપવામાં આવી છે. કેન્દ્રિય આરોગ્ય સચિવ રાજેશ ભુષણે કહ્યુ છે કે દિલ્હી, હરિયાણા, કેરળ, મહારાષ્ટ્રને પત્રો લખીને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યુ છે. કેન્દ્ર સરકાર દ્વારા પણ ગુજરાત સહિત પાંચ રાજ્યોને એલર્ટ રહીને સાવચેતીના તમામ પગલા લેવા માટે સુચના આપી છે. આગામી દિવસો મહત્વપૂર્ણ છે.