સમાચાર

વિવાદાસ્પદ નિવેદન મુદ્‌ે: સી.આર.પાટીલ માફી માંગેઃ આપ-કોંગ્રેસની માંગણી

રાજકોટ, તા.૧૩
ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ અને સુભદ્રા બાબતે વિવાદાસ્પદ બયાન અપાયાનો એક વીડીયો સોશ્યલ મીડીયા પર વાયરલ થયો છે. વાયરલ થયેલ આ વીડીયોમાં પાટીલ ભગવાન શ્રી કૃષ્ણ અને સુભદ્રાના વિવાહની વિવાદાસ્પદ વાત કરતા દેખાઇ રહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ અને સુભદ્રા ભાઇ બહેન છે. પાટીલના આ બયાન પર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અને આપના ગુજરાત એકમના નેતાઓએ કડક પ્રતિક્રિયા આપી છે. બંનેઓ પાટીલના બયાનને હિંદુઓની ભાવનાને ઠેસ પહોંચાડનારૂ ગણાવ્યું છે અને માફીની માંગણી કરી છે.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ સોમવારે પોરબંદરના માધવપુર ઘેડ મેળામાં આયોજીત સમારંભને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે તેમના દ્વારા આ બયાન અપાયાનું આ વીડીયોમાં બતાવાઇ રહ્યું છે. જણાવી દઇએ કે એવી માન્યતા છે કે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીના લગ્ન માધવપુર ઘેડમાં જ થયા હતા. તેની યાદગીરીરૂપે આજે પણ અહીં મેળો ભરાય છ. ગુજરાત સરકાર પણ તેને પ્રમોટ કરે છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડો.મનીષ દોશીએ કહ્યું કે સીઆર પાટીલે ભગવાન કૃષ્ણ અને સુભદ્રાના વિવાહની વિવાદાસ્પદ વાત કરીને હિંદુઓની લાગણીને ઠેસ પહોંચાડી છે. ભાઇ-બહેનના પવિત્ર સંબંધનું અપમાન કર્યુ છે. એક બાજુ ગુજરાત સરકાર વિદ્યાર્થીઓને શાળામાં ફરજીયાત ગીતા ભણાવવાની જાહેરાત કરે છે પણ તે પક્ષના પ્રદેશ પ્રમુખ પાટીલને ગીતા, મહાભારત જેવા ગ્રંથોનું જ્ઞાન નથી. પાટીલે પોતાના આ બયાન માટે તાત્કાલીક માફી માંગવી જાેઇએ.
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ પ્રવીણ રામે કહયું કે ભાજપાના પ્રદેશ પ્રમુખે મહાભારતની વાત કરતા કરતા ભગવાન કૃષ્ણ અને સુભદ્રાના વિવાહનું વિવાદાસ્પદ બયાન આપ્યું છે.
સુભદ્રા કૃષ્ણ અને બલરામની બહેન તથા અર્જુનની પત્નિ અને અભિમન્યુની માતા હતી. આવુ બયાન આપીને તેમણે હિંદુઓની લાગણીને ઠેસ પહોંચાડી છે એટલે તેમણે મારી માફી માંગવી જાેઇએ. કોંગ્રેસના સીનીયર નેતા અર્જુન મોઢવાડીયાએ કહ્યું કે જેમને શ્રીકૃષ્ણ અને સુભદ્રા વચ્ચે શું સગપણ છે તે પણ નથી ખબર તેવા લોકો આજે ધર્મના ઠેકેદાર બનીને ફરી રહ્યા છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button