આણંદ

આણંદ નગરપાલિકામાં આજથી તમામ કામકાજ શરૂ, સોશ્યલ ડીસ્ટન્સ સાથે તમામ વિભાગો ખુલ્લા

આણંદ પાલિકાના પ્રમુખ કાંતિભાઈ ચાવડા અને ચીફ ઓફિસર ગૌરાંગ પટેલે શહેરના વિવિધ બજારોમાં ફરી દુકાનો ઉપર પોસ્ટર ચોંટાડ્યું છે. સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા માટે દુકાનદારોને અપીલ કરી છે.

આણંદ, તા. ૧૫
કોરોના વાયરસના પગલે છેલ્લા દોઢ માસથી સમગ્ર શહેર લોકડાઉનમાં મુકાઈ ગયું હતું. જેના પગલે શહેરની તમામ ગતિવિધિઓ સહિત આણંદ પાલિકાના તમામ કામમાં બ્રેક વાગી ગઈ હતી. જાકે હવે આણંદ શહેરની જનતાના સહકારથી પુનઃ બજારો ધમધમતા થાય અને પાલિકાની કામગીરી પણ ધમધમતી થાય તે માટે આણંદ નગરપાલિકાના પ્રમુખ કાંતિભાઈ ચાવડા અને ચીફ ઓફિસર ગૌરાંગ પટેલએ શહેરની જનતાને કોરોના સંક્રમણને અટકાવવા માટે સહયોગ આપવાની સાથે પુનઃ બજાર ધમધમતા થાય તેવા પ્રયાસો હાથ ધરવા જણાવ્યું છે. આણંદ નગરપાલિકાના પ્રમુખ કાંતિભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે પાલિકા હસ્તકના પાણી પુરવઠા વિભાગ, ફાયર બ્રીગેડ, સફાઈ કામદાર વિભાગ અને આરોગ્યલક્ષી સેવાઓ માટેના વિભાગો છેલ્લા ૪૫ દિવસથી ચાલુ હતા અને સતત ૨૪ કલાક સેવા આપી રહ્યા હતા. પરંતુ આજથી પાલિકાના ટેક્સ વિભાગ, જન્મ મરણ વિભાગ સહિતના તમામ વિભાગોને પુનઃ શરુ કરવામાં આવ્યા છે. પાલિકામાં આવતા નગરજનો માટે સેનેટાઈઝીંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે તેમજ કચેરીઓમાં સોશ્યલ ડીસ્ટન્સ જળવાઈ રહે તેવી વ્યવસ્થા કરાશે. સાથે સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં સાફ સફાઈ અને સેનેટાઈઝીંગની કામગીરી સતત કરવામાં આવશે. ત્યારે પાલિકામાં આવનાર આણંદ શહેરની જનતાને સોશ્યલ ડીસ્ટન્સ સાથે માસ્ક અને હેન્ડગ્લોવ્ઝ પહેરીને આવવા અપીલ કરી છે. અને ઘરે પણ સોશ્યલ ડીસ્ટન્સ સાથે તમામ તકેદારી રાખવા જણાવ્યું છે. આ ઉપરાંત પાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખે શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલી દુકાનો ઉપર ફરીને વેપાર ધંધા પુનઃ ધમધમતા થાય તે માટે સોશ્યલ ડીસ્ટન્સ સાથેની તમામ તકેદારી રાખવા અપીલ કરી હતી. જેમાં આવનાર ગ્રાહકોએ પણ સોશ્યલ ડીસ્ટન્સ સાથે દુકાનદારોને સહકાર આપવા અનુરોધ કર્યો છે. આ ઉપરાંત આણંદ જીલ્લામાંથી આવતા ગ્રામ્ય વિસ્તારના લોકોને પણ પાલિકાના પ્રમુખે કોરોના સંક્રમણ અટકાવવા માટે જરુરી સહયોગ આપવા જણાવ્યું છે.

Advertisement
Advertisement

One Comment

  1. આણંદ નગરપાલિકા વિસ્તારમાં ઊત્તમ કામ ગીરી કરવા બદલ નગરપાલિકા પ્રમુખ શ્રી અને કાઉન્સિલર નો આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button