
રામનવમીના દિવસે ખંભાતમાં થયેલા પથ્થરમારાની ઘટનાને લઈ પોલીસે તપાસ ઝડપી કરી છે. તોફાનમાં સામેલ વધુ છ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધી કુલ ૨૧ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં કુલ 57 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં ૨૧ની અટકાયત કરાઈ છે. જ્યારે બાકી રહેલા ૩૬ આરોપીઓને શોધવા માટે પોલીસ એ ચક્રો ગતિમાન કાર્ય છે
ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર થયેલા પથ્થરમારાના કેસમાં પોલીસે વધુ ૬ શખસોની ધરપકડ કરી છે. પોલીસના તપાસના ધમધમાટના પગલે તોફાની તત્વોમાં ફફડાટ ફેલાયો છે. 10 એપ્રિલના રોજ ખંભાતના શક્કરપુરામાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારા બાદ હિંસા ભડકી ઉઠી હતી. જેમાં હિંસા ભડકાવનારા વધુ 5 તોફાની તત્વોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેમજ અગાઉ પકડાયેલા 9 આરોપીઓ સહીત કુલ 15 આરોપીઓણી ધરપકડ કરી રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. ત્યારે આજે વધુ ૬ આરોપીઓણી પોલીસ દ્વારા ધરપકડ કરી આગળણી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે, રામનવમીની શોભાયાત્રા પર થયેલા પથ્થરમારા બાદ જૂથ અથડામણ થતાં એક વૃદ્ધનું મોત થયું હતું. જેને લઈને પરિસ્થિતિ વધુ વણસી જતાં ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતા.
પોલીસ દ્વારા એક પછી એક નવા ઘટસ્ફોટ કરવામાં આવ્યા છે.
મહત્વનું છે કે ખંભાતમાં રામનવમીના દિવસે શોભાયાત્રા પર કરવામાં આવેલા પથ્થરમારાની ઘટનામાં એક પછી એક નવા ઘટસ્ફોટ થતા રહે છે. જેમાં ખાસ તો પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી સઘન તપાસમાં પોલીસને એવી કડી હાથ લાગી છે જેમાં સમગ્ર કાવતરૂં આરોપીઓ દ્વારા આયોજનબદ્ધ રીતે જ ઘડાયું હતું. અલબત્ત, ઘટનાના દોઢ બે દિવસ પહેલાં જ આરોપીઓએ એકબીજા સાથે કરેલી ટેલિફોનિક વાતચીતની ઓડિયો-ક્લિપ પોલીસને હાથ લાગી છે, જેમાં આરોપીઓ કોઈ પણ ભોગે શોભાયાત્રા પર પથ્થરમારો કરવાનું કહી રહ્યા છે.