ટૉપ ન્યૂઝઆણંદગુજરાત

બોરસદ – આણંદ માર્ગ પર ભયંકર અકસ્માતની ઘટના…..

મણિલક્ષ્મીતીર્થ દર્શનાર્થે આવેલ યાત્રિકોને ગમખ્વાર અકસ્માત ,11 ઇજાગ્રસ્ત પૈકી 1 ગંભીર4 ઇજાગ્રસ્ત કરમસદ હોસ્પિટલમાં તો અન્ય 7 ને બોરસદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ

કર્ણાટકથી આણંદના મણિલક્ષ્મીતીર્થ ના દર્શનાર્થે આવેલ યાત્રિકોને ગમખ્વાર અકસ્માત નડ્યો છે.આણંદ બોરસદ માર્ગે મીની ટ્રાવેલર બસ અને એસટી બસ ધડાકાભેર અથડાતા ઘણા મુસાફરોને ઇજાગ્રસ્ત થયા છે.ઇજાગ્રસ્ત યાત્રિકોને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ બોરસદના માણેજ ખાતે આવેલ મણિલક્ષ્મીતીર્થ દર્શનાર્થે આવેલ કર્ણાટકથી રેલવે મારફતે આણંદ આવેલ યાત્રિકો મીની ટ્રાવેલર બસ માં સવાર થઈ આણંદ રેલવે સ્ટેશનેથી નીકળ્યા હતા.જ્યાં સવારે 5 વાગ્યાની આસપાસ આણંદ બોરસદ માર્ગે ભયંકર અકસ્માત નડ્યો હતો. એસ ટી બસ અને મીની ટ્રાવેલર બસ વચ્ચે ધડાકાભેર થયેલ ટકકરને લઈ સર્જાયેલ અકસ્માત ટ્રાવેલર બસમાં સવાર 11 મુસાફરો થયા ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.

Advertisement

મહત્વનું છે કે ઘટનાની જાણ થતાં 5 જેટલી 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી.જ્યાંથી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.જેમાં 4 ઇજાગ્રસ્ત કરમસદ મેડિકલ હોસ્પિટલમાં ખાતે લાવવામાં આવ્યા છે અને અન્ય 7 ને બોરસદ ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી.ઇજગ્રસ્તો પૈકી 1 વ્યક્તિ ગંભીર હોવાનું પણ જાણવા મળેલ છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button