
મળતી પ્રાપ્ત માહિતી અનુસાર પેટલાદના ઈસરામા ખાતે ગત તા. ૧૯/૦૪/૨૦૨૨ના રોજ ઈસરામા ટ્રીનીટી સોસાયટી ખાતે રહેતા ૪૫ વર્ષીય ડાહ્યાભાઈ સોમભાઈ પરમાર તેઓ રાત્રીના આશરે ૧૦:૦૦ કલાકના સુમારે ગીઝરની સ્વિચ પાડતાં અચાનક પાઈપ ફાટતાં તેઓ છાતીના ભાગે દાઝી જતાં વધુ સારવાર અર્થે કરમસદ મેડિકલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓની બે દિવસની ટૂંકી સારવાર બાદ ગતરોજ સાંજે ૪:૦૦ કલાકે ડાહ્યાભાઈએ અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અવસાનના સમાચાર વાયુ વેગે ફેલાતાં આસપાસની સોસાયટીઓના રહીશો સહિત સગાંસંબંધીઓમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. અવસાન પામનાર ડાહ્યાભાઈ પરમાર વ્યવસાયે નાર હાઈસ્કૂલ ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતાં હતા. ડાહ્યાભાઈ મિલનસાર સ્વાભાવના હતા. તેમની અંતિમયાત્રા તેમના નિવાસ સ્થાનેથી ગતરોજ સાંજે ૬:૩૦ કલાકે નીકળી હતી. આ અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડ્યા હતા.
Advertisement