ગુજરાત

OLX પર વેચાણ માટે મૂકેલું બે લાખનું પાણીનું મશીન તરકીબ વાપરી ઠગ લઈ ગયો

અમદાવાદ,તા. 17 મે 2022,મંગળવાર

ઓએલએક્સ પર વેચવા મૂકેલું બે લાખનું પાણીનું મશીન ઠગ તરકીબ વાપરીને લઈ ગયાની ફરિયાદ બાપુનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. મશીન જોવા આવેલા પિતાને બતાવવાનું કહી ઓફિસના માણસને સાથે લઈ ગયો હતો. આ ઠગે માણસને તમે મારા એક્ટિવાની ચાવી ઓફિસથી લઈ આવો હું અહીંયા ઉભો છું તેમ કહી માણસને પરત મોકલ્યો હતો. બાદમાં પાણીનું મશીન લઈ ફરાર થઇ ગયો હતો.

Advertisement

ખોડીયારનગર પાસે વૃંદાવન કોમ્પ્લેક્ષમાં જય અંબે ફર્નીચરની દુકાનમાં નોકરી કરતા ચિરાગ ગજ્જરે ફરિયાદ કરી છે. જે મુજબ ગત તા.5મી મેના રોજ ફરિયાદી દુકાને હાજર હતો. તે સમયે શેઠનો ફોન આવ્યો તેઓએ જણાવ્યું કે, ઓએલએક્સ પર જાપાની કંપની કેગ્સનનું પાણીનું મશીન વેચવા મૂક્યું હતું. જે જોવા માટે એક વ્યક્તિ આવે તો તેણે બતાવજો.

એક યુવક મશીન જોવા આવ્યો અને તેણે ચિરાગને બાજુની સોસાયટીમાં ઘર હોવાનું કહી પિતાને પાણીનું મશીન બતાવવા કહ્યું હતું. ચિરાગ તે યુવક સાથે ગયો હતો. દરમિયાન યુવકે મારા એક્ટિવાની ચાવી તમારી ઓફિસે રહી ગઈ તમે લેતા આવો હું અહીંયા ઉભો છું. ચિરાગ ઓફિસે ગયો પણ ચાવી ના મળતા પરત જે તે જગ્યાએ પહોંચ્યો હતો. જોકે પાણીનું મશીન લઈ ઉભા રહેવાની વાત કરનાર શખ્સ ફરાર થઈ ગયો હતો.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button