જ્ઞાનવાપી મસ્જિદ: આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી, જાણો… કેસમાં અત્યાર સુધી શુ-શુ થયુ?
જ્ઞાનવાપી મસ્જિદ: આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી, જાણો... કેસમાં અત્યાર સુધી શુ-શુ થયુ?

નવી દિલ્હી, તા. 17 મે 2022, મંગળવાર
ઉત્તર પ્રદેશના વારાણસીમાં જ્ઞાનવાપી-શ્રૃંગાર ગૌરી પરિસરના સર્વે સામે જ્ઞાનવાપી મસ્જિદ પ્રબંધનની અરજી પર સુપ્રીમ કોર્ટ આજે મહત્વની સુનાવણી કરશે. જસ્ટિસ ડી વાય ચંડ્રચૂડની અધ્યક્ષતા વાળી બેન્ચ આ મામલે સુનાવણી કરશે. મસ્જિદ કમિટિએ પોતાની અરજીમાં મસ્જિદમાં સર્વે કરવાના લોકલ કોર્ટના આદેશને પ્લેસેજ ઓફ વર્શિપ એક્ટનું ઉલ્લંઘન ગણાવ્યો છે અને તેને પડકાર આપ્યો છે. અરજીમાં સર્વે પર રોક લગાવવાની માંગ કરવામાં આવી છે. વારાણસી કોર્ટમાં પણ આજે સુનાવણી થવાની છે જેમાં કોર્ટ કમિશ્નરને બધા રિપોર્ટ સોંપવાના છે. પરંતુ એડવોકેટ કમિશનર અજય પ્રતાપ સિંહે કહ્યું કે, માત્ર 50% રિપોર્ટ જ તૈયાર થયો છે તેથી આજે અમે કોર્ટમાં રિપોર્ટ પૂર્ણ કરવા માટે બે-ત્રણ દિવસનો સમય માંગીશું.
1. સોમવારે જ્ઞાનવાપી મસ્જિદમાં ત્રીજા અને છેલ્લા દિવસે થયેલા સર્વેમાં હિન્દુ પક્ષ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, મસ્જિદ પરિસરની અંદર કૂવામાંથી શિવલિંગ મળ્યું છે. આના પર નીચલી અદાલતે જિલ્લા વહીવટ તંત્રને તે સ્થળને શીલ કરવાનો નિર્દેશ આપ્યો છે જ્યાં શિવલિંગ મળવાનો દાવો કરવામાં આવ્યો છે.
2. વારાણસી કોર્ટમાં મંગળવારે કમિશ્નરની રિપોર્ટ પર સુનાવણી થશે તો બીજી તરફ આ જ કેસમાં આપવામાં આવેલી 6 અરજીઓ પર અલ્હાબાદ હાઈકોર્ટમાં 20 મે ના રોજ સુનાવણી થશે.
3. ચીફ જસ્ટિસ એનવી રમનાની અધ્યક્ષતા વાળી બેન્ચ દ્વારા શુક્રવારે લેખિત આદેશમાં ન્યાયમૂર્તિ ચંદ્રચૂડની અધ્યક્ષતા વાળી બેન્ચ સામે અરજીને ક્રમબદ્ધ કરવાનો આદેશ આપ્યો છે.
4. જ્ઞાનવાપી મસ્જિદ મામલો: 17 ઓગસ્ટ 2021થી શરૂ થયેલો આ વિવાદ આજે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. ત્યારે રાખી સિંહ, લક્ષ્મી દેવી, મંજૂ વ્યાસ, સીતા સાહૂ અને રેખા પાઠકે અદાલતમાં અરજી દાખલ કરીને મસ્જિદ પરિસરમાં સ્થિત શ્રૃંગાર ગૌરીના નિયમિત દર્શન અને પૂજનની અનુમતિ માંગી હતી.
5. 8 એપ્રિલ 2022નો રોજ પાંચ હિન્દુ મહિલાઓએ શ્રૃંગાર ગૌરીની માંગને લઈને અરજી દાખલ કરી હતી. તેના પર સિવિલ જજ સીનિયર ડિવિઝનના વકીલ અજય કુમાર મિશ્રને કમિશ્નર નિયુક્ત કર્યા હતા.
6. 14, 15 અને 16 મે ના રોજ ત્રણ રાઉન્ડનો સર્વે થયો આ દરમિયાન હિન્દુ પક્ષે જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ મળી આવ્યું હોવાનો દાવો કર્યો છે. ત્યારબાદ કોર્ટે શિવલિંગ વાળા સ્થળને સીલ કરવાનો આદેશ આપ્યો છે.
7. મસ્જિદ કમિટિએ અરજીમાં વારાણસીની અદાલતના મસ્જિદમાં સર્વેના આદેશને પ્લેસેજ ઓફ વર્શિપ એક્ટનું ઉલ્લંઘન ગણાવ્યો છે.
8. દેશની તત્કાલીન નરસિમ્હા રાવ સરકારે 1991માં પ્લેસેજ ઓફ વર્શિપ એક્ટ એટલે કે, ઉપાસના સ્થળ કાયદો ગણાવ્યો છે. કાયદો લાવવાનો ઉદ્દેશ્ય અયોધ્યા રામ જન્મભૂમિ આંદોલનમાં વધતી તીવ્રતા અને ઉગ્રતાને શાંત કરવાનો હતો. સરકારના કાયદામાં આ પ્રાવધાન કરી દેવામાં આવ્યું કે, અયોધ્યાની બાબરી મસ્જિદ સિવાય દેશની કોઈ પણ અન્ય સ્થળ પર, કોઈ પણ પૂજા સ્થળ પર બીજા ધર્મના લોકોના દાવાનો સ્વીકાર નહીં કરવામાં આવશે.