કેરળ, મેઘાલયમાં વરસાદ, રેડ એલર્ટ: ચોમાસું લક્ષદીપ પહોંચ્યું
તામિલનાડુ, કર્ણાટક અને પંજાબમાં જોરદાર સાયકલોનિક સરકર્યુલેશન: પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં વરસાદ તથા હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં કરા પડવાની સંભાવના

કેરલ અને મેઘાલયમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી હવામાન ખાતા દ્રારા આપવામાં આવી છે. મિઝોરમ અને ત્રિપુરામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે અંદમાન નિકોબાર ટાપુઓમાં પહોંચેલું નૈઋત્યનું ચોમાસું આજે લક્ષદ્રીપ અને બંગાળની ખાડીના અન્ય વિસ્તારોમાં પહોંચી ગયું છે અને તેના કારણે ત્યાં પણ ભારે વરસાદ શ થઈ ગયો છે.
તામિલનાડુ, કર્ણાટક અને પંજાબમાં સાયકલોનિક સરકયુલેશન જોવા મળી રહ્યું છે અને તેના કારણે આ ત્રણેય રાયોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આંદામાન અને બંગાળની ખાડી પર દક્ષિણ–પશ્ચિમ ચોમાસાનું આગમન સામાન્ય કરતા છ દિવસ પહેલા થઈ ગયું છે.આટલુ જ નહીં, ગત સાહમાં કરવામાં આવેલી આગાહી અનુસાર, કેરળમાં પણ આ વર્ષે ૨૭મી મેની આસપાસ ચોમાસાનું આગમન થઈ જશે. આ જ રીતે તમિલનાડુમાં પણ ચોમાસું વહેલું આવશે. ગરમીથી ત્રાહિમામ પોકારી ચુકેલા દેશવાસીઓ માટે આ એક રાહતના સમાચાર છે.
આઈએમડીના વૈજ્ઞાનિક આર.કે.જેનામણીએ જણાવ્યું કે, અમારી દેખરેખ અને વિશ્લેષણ અનુસાર, વહેલા ચોમાસા બાબતે કરવામાં આવેલી આગાહી સાચી પડશે. ઉલ્લેખનીય છે કે સોમવારના રોજ ઉત્તરપશ્ચિમ અને મધ્ય ભારતમાં હીટવેવની સ્થિતિમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. આગામી એક–બે દિવસમાં ઉત્તર ભારતમાં મહત્તમ તાપમાનમાં ૩–૪ ડિગ્રી સેલ્યિસનો ઘટાડો થવાની શકયતા છે.
આટલુ જ નહીં, મધ્ય ભારતમાં પણ આગામી ત્રણ દિવસમાં તાપમાનમાં ૩–૪ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે લક્ષદ્રીપ અને તમિલનાડુના દરિયા પર ચક્રવાતી પરિભ્રમણને કારણે આગામી પાંચ દિવસમાં કેરળ અને કર્ણાટકના દરિયાકિનારાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે યારે તમિલનાડુમાં ૧૮મી મે સુધી ચોમાસાનું આગમન થઈ શકે છે. આ સિવાય મધ્ય પાકિસ્તાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હિમાચલ પ્રદેશ, જમ્મુ–કશ્મીર અને ઉત્તરાખંડમાં આજે સામાન્ય વરસાદની આગાહી છે. આગામી ૨૪ કલાકમાં છૂટાછવાયા કરા પડવાની પણ શકયતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં આ સમય દરમિયાન વીજળી અથવા તો ભારે પવન ફંકાવવાની પણ શકયા છે.
નોંધનીય છે કે ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં સોમવારના રોજ મહત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી થોડા દિવસમાં આ વિસ્તારમાં વાવાઝોડા અથવા વરસાદની શકયતા છે. આગાહી સાચી પડશે તો લોકોને ભીષણ ગરમીથી રાહત મળશે. આઈએમડીના જણાવ્યા અનુસાર, દિલ્હીનો પારો ઘટીને ૪૨.૪ ડિગ્રી થઈ ગયો છે. રવિવારના રોજ દિલ્હીમાં વર્ષનો અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો.