ખેડા

આવતીકાલે નડિયાદમાં જીલ્લા કક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાશે

ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી અમૂલ્ય ભેટ એવી યોગવિદ્યાને સમગ્ર વિશ્વમાં પહોચડવાના હેતુથી વડાપ્રધાન દ્વારા સંયુકત રાષ્ટ્રસંઘની ૬૯મી સામાન્ય સભા સમક્ષ ૨૧મી જુનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા કરેલા પ્રસ્તાવને સંયુકત રાષ્ટ્ર સંઘ દ્વારા મંજુર કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં તારીખ ૨૧મી જુનના દિવસને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૨૧મી જુન ૨૦૨૨ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર રાજયમાં વિશાળ જન ભાગીદારી સાથે ખૂબ જ ભવ્યતાથી કરવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. માનવતા માટે યોગાના થીમ સાથે ૨૧મી જુન ૨૦૨૨ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.
આ ઉજવણીના ભાગરૂપે ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ એસ.આર.પી ગ્રાઉન્ડ ખાતે જિલ્લાના મુખ્ય કાર્યક્રમનું તા.૨૧ જુન-૨૦૨૨ ના રોજ સવારે ૦૫:૩૦ કલાક થી ૦૭:૪૫ દરમ્યાન આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મનીષાબેન વકીલ, માન.રા.ક.મંત્રી મહિલા અને બાળ કલ્યાણ(સ્વતંત્ર હવાલો) સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ(અનુ.જાતી કલ્યાણ) કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ તરીકે અન્ય પદાધિકારી ઓ સાથે હાજર રહેશે. તથા આ કાર્યક્રમ માં ત્રણથી ચાર હજાર યોગ સાધકો ભાગ લેશે આ સાથે ભારતની સ્વતંત્રતાના ૭૫ વર્ષની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના ૭૫ આઇકોનિક સ્થળોએ ભવ્યરીતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ખેડા જિલ્લાના ડાકોર રણછોડરાયજી મંદિર ને પણ આ ૭૫ આઇકોનિક સ્થળોની યાદીમાં સમાવવામાં આવેલ છે. જેથી ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડાકોર મુકામે ખૂબ જ મોટા પ્રમાણમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ખેડા જિલ્લાના તમામ તાલુકાઓ અને નગરપાલિકાઓ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટેનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જિલ્લાની પ્રત્યેક શાળાઓ,કોલેજો, શિક્ષણ સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, જિલ્લા અને તાલુકા આરોગ્ય કેન્દ્રો, પોલીસ મથકો, જેલ જેવી 22 સરકારી કચેરીઓ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button