બંધ મકાનમાં ત્રસકરો ત્રાટ્કયાઃ પેટલાદનો પરિવાર જાત્રા કરવા ગયોને માકનના પાછળના ભાગની બારી તોડી ગઠિયાઓ ચોરી કરી રપૂચક્કર

ગઠિયાઓ લક્ષ્મીમાતાનો રુ. 8,000નો ચાદીનો સિક્કો પણ ચોરી ગયા
પટેલાદમાં રહેતાં લૌકીક જીતેન્દ્રકુમાર ત્રિપાઠી વડોદરા ખાતે શેર બ્રોકિંગનું કામ કરે છે. ગત 17 તારીખે માતા પિતા સહિત પરિવાર સાથે યાત્રાએ ગયા હતા તે દરમિયાન તેમના બંધ મકાનમાંથી લક્ષ્મીમાતાનો સિક્કો, ચાંદીના અન્ય સિક્કાઓ, ગણપતિની ચાંદીની મૂર્તિ સહિત કુલ રુ. 20000 હજારનો મુદ્દમાલ પર હાથ ફેરવી છૂમંતર થઈ ગયા હતા. જેથી પડોશીઓએ જાણ કરતાં ત્રસકરો વિરુધ્ધ ગુનો નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત મહિતી અનુસાર ગત 17મીના રોજ લૌકીક ત્રિપાઠી આશરે 9 વાગ્યે તેમની પત્ની અને દિકરી સાથે શામળાજી, શ્રીનાથજી, અંબાજી મંદિરે દર્શને જવા માટે આયોજન કર્યું હતુ. જેથી તેમના મકાનને તાળું મારી ગાડી લઈને પેટલાદથી વડોદરા માતાપિાતાને લેવા નિકળ્યા હતા. ત્યારે ગઈકાલે 19 જૂને સવારે મોઢેરા મંદિરે પહોચતાં પાડોશીએ તમારા ઘરમાં ચોરી થઈ હોવાનું જાણાવ્યું હતુ. અચાનક ચોરીની વાત સાંભળતાં પરિવાર પણ અચંબિત થઈ ગયો હતો. જેથી ચોરીનો ભોગ બનેલા પરિવારે પરત આવી જોતા ઘરનો સામાન વેર વિખેર પડ્યો હતો. મકાનની લોખંડની જાળી પણ તૂટેલી હાલતમાં હતી. પરિવારે વધુ તપાસ કરતાં લક્ષ્મીમાતાનો ચાંદીનો સિક્કો કિ. 8,000, તિજોરીમાંથી ચાંદીનો સિક્કો રુ. 2,500 તેમજ ચાંદીના નાના સિક્કા રુ. 3,000, સોનુ રુ. 5,000 અને ગણપતિની ચાંદીની એક મૂર્તિ રુ. 1,000 કુલ મળી કુલ રુ. 20,000 મુદ્દામાલની ચોરી કરી અજાણ્યા ગઠિયાઓ ફરાર થઈ ગયા હતા. જેથી આઘાતમાં પડેલા પરિવારે પેટલાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.