ગુજરાત

ધુમ્મસના કારણે અમદાવાદ એરપોર્ટ પર અનેક ફ્લાઇટ્સ ડિલે-કેન્સલ

અમદાવાદ એરપોર્ટ પર રેલવે સ્ટેશન જેવો નજારો: મુસાફરો જમીન પર ચાદર પાથરી સૂતાં દેખાયા

અમદાવાદ સહિત ગુજરાતભરમાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ભરશિયાળે વરસાદ પડવાના કારણે આખા અમદાવાદમાં શનિવારે સવારે ભારે ધુમ્મસ છવાઈ ગઈ હતી. હાઇવેથી લઈને ગ્રામીણ વિસ્તારોમાં તો ઝીરો વિઝીબિલિટી જોવા મળી હતી. જ્યાં લોકોને રસ્તા પર વાહન ચલાવવામાં પણ તકલીફ પડી રહી હતી ત્યારે એરપોર્ટ પર પણ ફ્લાઇટને લેન્ડ અને ટેકઑફમાં પણ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે અનેક ફ્લાઇટ ડિલે થઈ હતી અને કલાકો સુધી લોકોને એરપોર્ટ પર રહેવા ફરજ પડી હતી. આટલું જ નહીં અમુક ફ્લાઇટ્સ તો કલાકો સુધી મોડી પડી અને બાદમાં કેન્સલ જ કરી દેવામાં આવી.

અમદાવાદનું એરપોર્ટ. અહીં ફ્લાઈટ ડિલે કે કેન્સલ થતાં આ સ્થિતિ સર્જાઈ છે. ફ્લાઈટની રાહ જોતા લોકો કંટાળીને જ્યાં જગ્યા મળી ત્યાં આડા પડી ગયા છે. બાંકડા પર બેસવાની જગ્યા ન મળી તો નીચે બેસી ગયા અને ત્યાં પણ ન મળી તો સીડીઓ પર આરામ કરવા મજબૂર બન્યા છે. આવી ખરાબ પરિસ્થિતિનો સામનો કરી રહેલા કેટલાક મુસાફરોએ એરપોર્ટ પરનાં દૃશ્યો જોઈને ત્યાં મુસાફરો કેવી હાલાકી ભોગવતા હશે એનો ચિતાર મળે છે.

Advertisement

મોડી રાતથી અમદાવાદ ધુમ્મસવાળું વાતાવરણ થતાં વિઝિબિલિટી ના હોવાને કારણે અનેક ફ્લાઇટ રદ કરવામાં આવી, તો અનેક ફલાઇટનો સમય મોડો કરવામાં આવ્યો હતો. ગત રાતથી વિઝિબિલિટી ના હોવાને કારણે ફ્લાઇટ લેન્ડ પણ ના થઈ શકી કે ફ્લાઇટ ટેક ઓફ પણ ના થઇ શકી. એને કારણે એરપોર્ટ પર મોડી રાતથી જ મુસાફરોનો જમાવડો શરૂ થયો હતો. મુસાફરો સતત આવતા-જતા હતા, પરંતુ ફલાઇટ ઊપડતી જ નહોતી, જેના કારણે એરપોર્ટની અંદર એસટી બસ સ્ટેશન જેવો માહોલ બની ગયો હતો.

2 વાગ્યાથી જ ફલાઇટ ઊડી નહોતી, જેના કારણે ડોમેસ્ટિક એરપોર્ટમાં લોકોની ખૂબ જ ભીડ ભેગી થઈ ગઈ હતી. મુસાફરોને અગાઉથી ફ્લાઇટ ડિલે હોવાની જાણ ન થતાં મુસાફરો એરપોર્ટમાં ભેગા થયા હતા. એને કારણે એરપોર્ટ આખું ભરાઈ ગયું હતું. લોકો માટે બેસવાની જગ્યા નહોતી, જેથી મુસાફરો જ્યાં જગ્યા મળે ત્યાં બેસી ગયા હતા.એરપોર્ટમાં ટર્મિનલમાં પ્રવેશ થતાં જ લોકો જમીન પર, સીડીમાં, કેન્ટીનમાં એમ જ્યાં જગ્યા મળે ત્યાં અલગ અલગ જગ્યાએ બેસી ગયા હતા.

Advertisement

ધુમ્મસને કારણે રવિવારે આ શિયાળાની સૌથી વધુ 50 ફ્લાઇટ મોડી પડી હતી. સવારે વાદળછાયું વાતાવરણ અને ધુમ્મસ જ્યારે બપોરે એર ટ્રાફિકને કારણે ફ્લાઇટોનાં શેડ્યૂલ ખોરવાયાં હતાં. આ શિયાળામાં એક જ દિવસમાં મોડી પડેલી ફ્લાઇટોનો રેકોર્ડ તૂટ્યો છે. મોટા ભાગની ફ્લાઇટો 45 મિનિટથી માંડી 2 કલાક સુધી મોડી પડી હતી.

 

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button