સમાચાર

શું ? તમને આણંદ જિલ્લામાં આરોગ્ય સેવાઓથી સંતોષ નથી : ફરિયાદ-સૂચનના ફોન કે વોટસઅપ કરો, માહિતી ગુપ્ત રહેશે

ડીડીઓની નવતર પહેલ

આણંદ ડીડીઓ અને આરોગ્ય અધિકારીએ સંયુક્ત રીતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં આકસ્મિક ચેકીંગ કરતા ડૉક્ટર્સ અને કર્મચારીઓની ભારે બેદરકારી ઝડપાઇ હતી જેને લઈ ડીડીઓએ ફરજમાં બેદરકાર આરોગ્ય વિભાગના 10 ડોક્ટર્સ સહિત 50 કર્મચારીઓ ઉપર શિક્ષાત્મક કાર્યવાહી કરતા ખળભળાટ મચી ગયો હતો અને હવે તેઓએ વધુ એક પ્રશંસનીય નવતર પહેલ કરી છે જેમાં જનતાને આરોગ્ય સેવાઓથી સંતોષ નથી કે કોઇ ફરિયાદ કે સૂચન છે તો તેના માટે વોટ્સએપ નંબર જાહેર કરાયો છે.

જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપનાની આ નવતર પહેલ અંતર્ગત દરેક આરોગ્ય કેન્દ્રોમાં મૂકવામાં આવેલ આ બોર્ડમાં તેમ પણ જણાવાયું છે કે, આ વિગતો સાથે તમે સંતુષ્ટ છો / નથી ? અથવા આપની કોઇ ફરિયાદ અથવા સૂચન છે તો વોટસઅપ નંબર + 91 75670 28111 ઉપર ફોન કરવો અથવા વોટસઅપ કરવા અથવા તો [email protected] પર મેલ કરનારની ફરિયાદ કે સૂચન કરનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે તેમ જણાવી “આવો આપના સાથ-સહકારથી આરોગ્ય તંત્રને મજબૂત બનાવીએ” તેવું દર્શાવવામાં આવ્યું હોવાનું જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે.

Advertisement

રાજયના નાગરિકોની આરોગ્ય સુખાકારી જળવાઇ રહે અને તેઓને ત્વરિત સારવાર મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા સમગ્ર રાજયમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો, શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે. આણંદ જિલ્લાના નાગરિકોની આરોગ્ય સુખાકારીમાં વધારો થાય અને જિલ્લાના નાગરિકોને ઉત્તમ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બની રહે તે માટે જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપનાએ હાથ ધરેલ નવતર પહેલના ભાગરૂપે સીધા તેમના માર્ગદર્શન હેઠળ જિલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રો ખાતે આરોગ્ય સેવાઓ અર્થે આવતા નાગરિકો વાંચી શકે તે રીતે “આપણું ગામ નિરોગી ગામ” આરોગ્યની સેવાઓ આપનો અધિકાર છે તેવું બોર્ડ મૂકવામાં આવી રહ્યું છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button