ટૉપ ન્યૂઝ
અખિલેશ યાદવના કાફલામાં મોટી દુર્ઘટના, ચાર કાર એકસાથે અથડાઇ, કેટલાય લોકો ઘાયલ
સપાના અધ્યક્ષ અખીલેશ યાદવના કાફલાને નડ્યો અકસ્માત

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખીલેશ યાદવ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા. આ વેળાએ તેઓના કારના કાફલામા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ગાડીઓ એકબીજા સાથે અથડાતા અનેક લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાને પગલે અફરાતફરી સર્જાઈ હતી.
ઉત્તર પ્રદેશ રાજ્યના હરદોઈ વિસ્તારમાં આવેલ ફરહત નફર રેલવે ક્રોશીંગ અખિલેશ યાદવના કાફલાને અકસ્માત નડ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં કાફલામાં હાજર ગાડી કોઈ કારણસર એકબીજા સાથે ટકરાઈ પડી હતી. આ ઘટનામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જે અંગે જાણ થતા ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ અખિલેશ યાદવ કાર્યક્રમમાં હાજરી આપવા માટે રવાના થયા હતા. બીજી તરફ અકસ્માતને પગલે ગાડીઓમાં પણ મોટાપાયે નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
Advertisement
Advertisement