નવી દિલ્હી

શાળામાં વિદ્યાર્થીને માર મારવો અને ધમકાવવો કોઈ અપરાધ નથી: બોમ્બે હાઈકોર્ટની ગોવા બેન્ચે આપ્યો મોટો ચુકાદો

'છાત્રોને વઢવું કે પીટવું એ અપરાધ નથી'

બોમ્બે હાઈકોર્ટની ગોવા બેંચે નિર્ણય સંભળાવતાં કહ્યું કે સ્કૂલમાં અનુશાસન જાળવી રાખવા માટે કોઈપણ બાળકને વઢવું કે તેને યોગ્ય સજા આપવી અપરાધ નથી. કોર્ટે એક પ્રાથમિક સ્કૂલ શિક્ષકની સજાનાં આદેશને પલટતાં આ નિર્ણય જાહેર કર્યો હતો. આ શિક્ષક પર સ્કૂલનાં 2 બાળકો પર લાકડીથી માર માર્યાનો આરોપ લાગેલ હતો જેના માટે તેને એક દિવસની જેલ અને એક લાખ રૂપિયાનાં દંડની સજા સંભળાવવામાં આવી હતી.

મામલાની સુનાવણી કરતાં ભરત દેશપાંડેની સર્વોચ્ચ ન્યાયાલયની એકલ ન્યાયાધીશ પીઠે નિર્ણય સંભળાવ્યો. તેમણે કહ્યું કે, ‘પ્રાથમિક વિદ્યાલયમાં આ ઘટના સામાન્ય છે. છાત્રોને અનુશાસિત કરવા અને સારી આદતોને વિકસિત કરવા માટે શિક્ષકોને ક્યારેક સખ્તાઈ દર્શાવવી પડે છે. આ કોઈ અપરાધ નથી.’

Advertisement

કોર્ટે કહ્યું કે, ‘છાત્રોને શાળાએ એટલા માટે મોકલવામાં આવે છે જેથી તે શિક્ષણની સાથે જ જીવનનાં અન્ય પાસાંઓનાં વિશે પણ જાણી શકે-સમજી શકે જેમાંથી એક અનુશાસન પણ છે. સ્કૂલનો ઉદેશ્ય માત્ર એકેડેમિક વિષયોને ભણાવવું નથી પરંતુ છાત્રોનાં જીવનનાં તમામ પાસાંઓને તૈયાર કરવાનું છે જેથી ભવિષ્યમાં તે સારા વ્યવહાર અને પ્રકૃતિનો વ્યક્તિ બની શકે. ‘

આ ઘટના 2014ની છે જેમાં શિક્ષક પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેણે બે બહેનોને પીટ્યું છે જેમાંથી એક પાંચ વર્ષની અને બીજી 8 વર્ષની હતી. નાની બહેન પોતાની બોટલનું પાણી પૂરું કર્યાં બાદ ક્લાસની બીજી છોકરીઓની બોટલમાંથી પાણી પી લીધું હતું. તેના બાદ મોટી બહેન બીજી ક્લાસમાંથી તેને જોવા માટે આવી હતી અને તેના લીધે શિક્ષકે બંનેને સ્કેલથી માર્યું હતું.

Advertisement

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button