આણંદટૉપ ન્યૂઝ

આણંદના પ્રોફેસરે ગણતરીની મિનિટોમાં જ ફેફસાંમાંના કેન્સરનું નિદાન કરતી એપ વિકસાવી

ચારુસેટ યુનિ.ના પ્રોફેસરે પીએચડી સંશોધન દરમિયાન એપ બનાવી

મેડિકલ સાયન્સ સતત હરણફાળ ભરી રહી રહ્યું છે છતાં પણ કેન્સરની બીમારી અંગે જોઈએ એવી સફળતા મળી નથી. ખાસ તો કેન્સર ક્યાં છે તે જાણવામાં જ ઘણી વખત એટલો સમય વીતી જતો હોય છે કે કેન્સર ત્રીજા-ચોથા સ્ટેજમાં પહોંચી જતું હોય છે અને તેને પગલે માણસનું મૃત્યુ પણ થઈ જતું હોય છે. કેન્સરની ઘાતકતા હજુ પણ ચિંતાનો વિષય છે ત્યારે ચારૂસેટના પ્રોફેસરે આ ચિંતામાં એક આશાનું કિરણ કહી શકાય એમ એક નવીન સંશોધન કર્યું છે.

અલબત્ત, પોતાના પીએચડીના સંશોધન દરમિયાન તેમણે એક ડેમો એપ બનાવી છે. જે ગણતરીની મિનિટોમાં જ કેન્સરના તત્વોને શોધી કાઢશે. મૂળ અમદાવાદના અને આણંદના ચાંગા સ્થિત ચારુસેટ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે ફરજ બતાવતા ડૉ મૃદંગ પંડયાએ આ સંશોધન કર્યું છે. છેલ્લાં સાત વર્ષથી તેઓ લન્ગ નોડ્યુલ ક્લાસીફિકેશન યુઝીંગ સેન્સેટીવ ડીપ કન્વુલેશન નરૂલ નેટવર્ક પર પીએચડી કરતા હતા.

Advertisement

આ અંગે વાત કરતાં તેઓએ જણાવ્યું હતું કે, મારી પાસે પ્રોગ્રામ અને અન્ય સિસ્ટમ હતી. એ પછી મેં છેલ્લાં છ-સાત મહિનાની મહેનત બાદ મારા પીએચડીમાં મદદરૂપ થઈ શકે તે હેતુસર એક એપ ડેવલપ કરી. જે એન્ડ્રોઈડ એપ છે. હાલમાં તે ડેમોના ફોર્મમાં છે. પરંતુ તેમાં પરીક્ષણ કર્યા બાદ અને મારા સંશોધનના અંતે ડેમો એપથી ફેફસામાં કેન્સર ક્યાં રહેલું છે તે જાણી શકાય છે અને તેનો ઈલાજ કરી શકાય છે. આ અંગે વધુ માહિતી આપતા ડો. પંડ્યાએ જણાવ્યું હતું કે, એપનું નામ લેન્સી નેટ એટલે કે લન્ગ નોડ્યુઅલ ક્લાસીફિકેશન આપવામાં આવ્યું છે.

હવે આ એપ કામ કેવી રીતે કરશે એ જાણીએ તો સીટી સ્કેન દ્વારા જે ડેટા આપણને મળશે તે ડેટાને એપમાં ફીડ કરવામાં આવશે. જે ડેટા રીડ કર્યા બાદ એપ માત્ર ગણતરીની મિનિટોમાં જ કહી દેશે કે ફેફસાના ક્યા ભાગમાં બીનાઈન નોડ્યુઅલ એટલે કે કેન્સર નથી અને મીલીગ્નેન્ટ નોડ્યુઅલ એટલે કે કેન્સરના તત્વો છે. આમ, આ સિસ્ટમથી રેડીઓલૉજીસ્ટને કેન્સર છે કે નહીં તે શોધવું સરળ બની જશે અને તેનો ઈલાજ કરવો પણ સરળ બનશે.

Advertisement

ડો. મૃદંગ પંડ્યાએ તેમના રિસર્ચ દરમિયાન તેમના એક સંબંધી તબીબ પાસેથી 12 સીટી સ્કેનના ડેટા મેળવ્યા હતા. અને એપ મારફતે તેનું પરીક્ષણ કર્યું હતું.જેમાં 94થી 95 ટકા ચોકસાઈ આવી હતી. એ પછી મોટાભાગના સંશોધક પોતાના રિસર્ચ માટે ઓનલાઈન પણ ડેટા લેતા હોય છે. જેમાં તેમણે લ્યુના-16 ડેટા એકત્રિત કર્યો હતો અને તેને એપમાં ફીડ કર્યો હતો. જેમાં તેમને 99 ટકા સફળતા મળી હોવાનો દાવો તેમણે કર્યો છે. નોંધનીય છે કે, ગુજરાતમાં આ વર્ષે જ કેન્સરના 73 હજાર કેસ નોંધાયા છે. જ્યારે 40 હજાર વ્યક્તિઓના કેન્સરથી મૃત્યુ થયાં છે ત્યારે સંશોધન નવી દિશા ચિંધે તો નવાઈ નહીં.

આ સિસ્ટમ એપમાં વાપરવા માટેનો એક પ્રોગ્રામ છે, જેનું એઆઈ મોડલ બનાવવામાં આવ્યું છે. તે લંગ નોડ્યુઅલને ક્લાસિફાઈ કરે છે. જેથી સિસ્ટમ દ્વારા રેડિઓલૉજીસ્ટને ફેફસાંમાં કેન્સર છે કે નહીં તે શોધવું સરળ બની જાય છે. આ સિસ્ટમમાં એકજ વાર ડેટા નાખવાનો હોય છે. જેમ કે મેલિગન્ટ એ ખરાબ નોડ્યૂઅલ અને બીનાઇન એ સારા નોડ્યૂઅલ છે તે એક વાર સિસ્ટમમાં નાખ્યા બાદ સિસ્ટમ જાતેજ તેની શોધ કરી આપશે.

Advertisement

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button