પ્રખ્યાત ગાયિકા વાણી જયરામનું નિધન:ઘરમાં મૃત હાલતમાં મળ્યો મૃતદેહ
તાજેતરમાં જ પદ્મભૂષણથી સન્માનિત કરાયા હતા

ખ્યાતનામ સિંગર વાણી જયરામનું નિધન થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. મહત્વનું છે કે તેમને તાજેતરમાં જ પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વાણી જયરામના નિધનથી બોલીવુડ જગતમાં શોકના માહોલ છવાયો છે. આજે સંગીતની દુનિયાથી એક ખરાબ સમાચાર સામે આવ્યા હતા. જેમાં લોકપ્રિય સિંગર એવા વણી જયરામનું અવસાન થયું છે. તેમનો મૃતદેહ ચેન્નાઇ ખાતે આવેલા તેમન ઘરમાંથી માળી આવતા લોકો ચોંકી ઉઠ્યા હતા.
ફેમસ ગાયિકા વાણી જયરામનું આજે ચેન્નાઇ સ્થિત તેમના ઘરમાં 77 વર્ષની વયે નિધન થયું છે. આ સમાચાર સામે અવતાની સાથે જ બોલિવુડ જગતમાં શોકની લાગણી ફેલાઇ હતી. વાણી જયરામનો મૃતદેહ તેમના ચેનાઈ સ્થિત ઘરમાંથી જ મળી આવતા હાહાકાર મચી ગયો છે. હાલ આ મામલે તાપસ મૃત્યુ કેવી રીતે થયું તે અંગે કોઈ સત્તાવાર કારણ બહાર આવ્યું નથી.
પ્રખ્યાત સિંગરના કેટલી ભાષામાં સોન્ગ ગાયાની વાત કરીએ તો તેમને કન્નડ, તેલુગુ, હિન્દી, ઉર્દુ, બંગાળી, મરાઠી, ઉડીયા અને ભોજપુરી સહિતની ભાષામાં ગીત ગાયને નામના મેળવી છે. વધુમાં વાણી જયરામને ગુજરાત, તામિલનાડુ, કેરળ અને આંધ્રપ્રદેશ, ઓડિશમાંથી રાજ્ય સરકાર દ્વારા પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.