ગુજરાતરાજકારણ

ગુજરાત સરકારના 16 પૂર્વ ધારાસભ્યો સદસ્ય નિવાસમાં અડિંગ જમાવીને બેઠા

સરકારી આવાસ ખાલી કરવામાં માટે નોટિસ ફટકારવામાં આવી

ગુજરાતના પૂર્વ ધારાસભ્યોએ સદસ્ય નિવાસમાં અડિંગો જમાવ્યો છે. કેટલાક પૂર્વ ધારાસભ્યો આવાસ ખાલી કરવામાં ગલ્લાતલ્લા કરી રહ્યા છે. આવી સ્થિતિમાં બજેટ સત્ર દરમિયાન ચાલુ ધારાસભ્યોને અન્ય સ્થળે મકાન શોધવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. આ પૂર્વ ધારાસભ્યોને મકાન ખાલી કરવા નોટિસ પણ ફટકારવામાં આવી છે.

આ પૂર્વ ધારાસભ્યોએ નિયમ પ્રમાણે સામેથી જ આવાસ ખાલી કરી દેવાના હોય છે. જોકે, પદ ગુમાવ્યા બાદ પણ આ ધારાસભ્યોનો સરકારી ઘરનો મોહ છૂટતો નથી. જૂના પૂર્વ જોગીઓ આવાસ ખાલી કરવાના મૂડમાં નથી. આ 16 માજી ધારાસભ્યો સરકાર માટે માથાનો દુખાવો બની રહ્યા છે.

Advertisement

આશ્ચર્યજનક વાત તો એ છે કે આમાંથી કેટલાક તો એવા છે કે તેમણે તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી જ નથી લડી. ત્યારે હવે આ ધારાસભ્યોને સરકારી આવાસ ખાલી કરવા માટે 10 દિવસનો સમય આપવામાં આવ્યો છે. આ માટે તેઓને એક નોટિસ પણ આપવામાં આવી છે.

મહત્વનું છે કે,  સપ્ટેમ્બર 2021માં સીએમ વિજય રૂપાણી સહિત તમામ 22 મંત્રી બદલી નાખવામાં આવ્યા હતા. વિજય રૂપાણીની જગ્યાએ ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. ભૂપેન્દ્ર પટેલની નવી સરકારની રચના બાદ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ ઉર્જા મંત્રી સૌરભ પટેલ અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સરકારી બંગલા ખાલી કરી દીધા હતા અને તેની ચાવી માર્ગ મકાન વિભાગને સોંપી હતી.

Advertisement

1. બાબુ વાજા, માંગરોળ
2.સુમન ચૌહાણ, કાલોલ
3.સંતોકબેન અરેઠીયા, રાપર
4.સુરેશ પટેલ, માણસા
5.દુષ્યંત પટેલ, ભરૂચ
6. વિક્રમ માંડમ, ખંભાળીયા
7. જગદીશ પટેલ, અમરાઇવાડી
8.ગ્યાસુદ્દીન શેખ દરિયાપુર
9. કૌશિક પટેલ,નારાયણપુરા
10. ચંદનજી ઠાકોર, સિદ્ધપુર
11.રાઘવજી મકવાણા, મહુવા
12. કાળુભાઇ ડાભી, કપડવંજ
13. કાંતિભાઈ સોઢા,આણંદ
14. અજીતસિંહ ચૌહાણ, બાલાસીનોર
15. અશ્વિન કોટવાલ, ખેડબ્રહ્મા
16. હર્ષદ રિબડીયા, વિસાવદર

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button