
ખેડા જિલ્લાના શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે મહાસુદ પૂનમ એટલે કે આવતીકાલે રવિવારના રોજ દિવ્ય શાકોત્સવનુ આયોજન કરવામાં આવ્યું છે.
આ સાથે સાથે 73મી રવિસભા વડતાલ મંદિરના ઐતિહાસિક સભામંડપમાં સવારે 7થી10.30 કલાક દરમ્યાન યોજાશે.જેના વકતપદે પુ.જ્ઞાન જીવન સ્વામી .કુંડળ.બિરાજી કથાનું રસપાન કરાવશે. આ ઉપરાંત ગોમતી કિનારે નૂતન અક્ષરભુવન ખાતે પ્રથમ સ્તંભ સ્થાપન સમારોહ વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના આચાર્ય 1008 શ્રી રાકેશપ્રસાદજી મહારાજ અને ચેરમેન દેવસ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ નૌત્તમ સ્વામી સહિત સંપ્રદાયના સંતો મહંતો તથા મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહેશે. તો ચરોતરના સહુ ભક્તોને કથા દર્શનનો લાભ લેવા ડો.સંત સ્વામીએ જણાવ્યું છે.
Advertisement
Advertisement