
બાળકો કોઇને કોઇ કારણસર અભ્યાસ છોડી દેતા રાજ્યભરમાં ડ્રોપઆઉટ રેશિયો વધે છે. ત્યારે જે વિદ્યાર્થીઓ કોઇપણ કારણસર અભ્યાસ છોડી ચુક્યા હોય તેવા વિદ્યાર્થીઓને પરત સ્કુલમાં લાવવા માટે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ ડીઇઓએ તમામ શાળાઓના આચાર્યોને પરિપત્ર કર્યો છે કે, જે વિદ્યાર્થીઓની ઉમંર 15થી 18 વર્ષની છે અને કોઇ કારણસર અભ્યાસ છોડી ચુક્યા હોય તેવા વિદ્યાર્થીઓને શોધવાની કામગીરી સોંપવમા આવી છે.
એક સપ્તાહમાં આચાર્યએ પોતાના વિસ્તારમાં સર્વે કરીને આવા બાળકોને શોધવાના છે. આ વિદ્યાર્થીઓનું પ્રથમ તો કાઉન્સિલિંગ કરવામા આવશે અને જે વિદ્યાર્થીઓ સ્કુલમાં જવા માટે એલીજીબલ હશે તેવા વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવશે. જે વિદ્યાર્થીઓની ઉંમંર વધુ હશે તેવા વિદ્યાર્થીઓને ઓપન સ્કૂલના માધ્યમથી પરિક્ષા અપાવવામાં આવશે.
જે શાળાઓમાં કામયી શિક્ષકો નથી તેવી શાળાઓમાં પ્રવાસી શિક્ષકોથી કામ ચલાવવું પડી રહ્યું છે. ત્યારે જુજ મહેનતાણામાં કામ કરતા પ્રવાસી શિક્ષકોને પણ સરકાર દ્વારા મહેનતાણું ચુકવાવમાં મોડુ થઇ રહ્યું છે. અમદાવાદ શહેરમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 300 જેટલા પ્રવાસી શિક્ષકો કામ કરી રહ્યા છે. ત્યારે તેઓને સાત મહિના બાદ મહેનતાણું ચુકવવામાં આવશે. માધ્યમિક વિભાગના પ્રવાસીઓને ગ્રાન્ટ મળી જવાથી તેમને મહેનતાણું ચુકવી દેવામા આવ્યું છે. પરંતુ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ગ્રાન્ટ 3 ફેબ્રુઆરીના રોજ મળતા આગામી એક સપ્તાહમાં મહેનતાણું ચુકવી દેવામા આવશે.