આણંદ

આણંદ સાવધાન ઃ લોકડાઉનની છુટીનો દુરપયોગ કરશો તો વધુ સમય લોકડાઉનમાં રહેવા તૈયાર રહેજા

આણંદ, તા. ૧૬
આણંદ જીલ્લામાં ખંભાત શહેરને બાદ કરતા અન્ય વિસ્તારો કોરોના મુક્ત બન્યા છે. જાકે આણંદ જીલ્લો રેડ ઝોનમાં છે અને ગ્રીન ઝોન તરફ પ્રયાણ કરી રહ્યો છે. ત્યારે લોકડાઉનમાં સવારે ત્રણ કલાક ખરીદી માટે હળવી છુટ આપવામાં આવી છે પરંતુ પ્રજાને કોરોનાની મહામારી ગંભીરતા ખબર નથી તેવું વલણ અપનાવી રહ્યા છે. ખરેખર તો લોકોએ મહામારીથી બચવા માટે તેની ગંભીરતા સમજીને સંયમ શિસ્ત અને પાલન કરવું જાઈએ.પરંતુ ખરીદીના નામે બજારમાં લોકો ફરવા નીકળી જાય છે. જેના કારણે બજારોમાં કીડીયારીની જેમ માનવો અને વાહનો ઉભરાયેલા જાવા મળે છે. ત્યારે પુનઃ કોરોના સંક્રમણ ગતિ પકડે તેવી સંભાવના છે. તો શું તમે માનવજાત તરીકે દોઢ મહિનો વધુ પાલન કરીને પોતાની જાત પરિવાર અને સમાજને સુરક્ષિત કરવામાં યોગદાન ન આપી શકો તે પ્રશ્ન જાગૃત નાગરીકોમાં ઉઠવા પામ્યો છે. માનવીએ સામે ચાલીને કોરોના સંક્રમણને આમંત્રણ આપતા હોય તેવા દ્રશ્યો આણંદ શહેર સહિત જીલ્લાના વિવિધ વિસ્તારોમાં જાવા મળી રહ્યા છે. જે ગંભીર બાબત છે. જીવન જરુરીયાત ચીજવસ્તુઓની ખરીદી કર્યા બાદ પણ કેટલાક લોકો બીનજરુરી રીતે બજારમાં ફરી રહ્યા છે અને તેઓ કોનાસંપર્કમાં આવ્યા છે તે પણ ખબર હોતી નથી. ક્યારેક કોરોના સંક્રમણ વ્યÂક્ત પોતે પણ અજાણ હોય અને તેવી વ્યÂક્તઓ બજારમાં ફરે તો આ વાયરસ વધુ વકરે તેવી સંભાવના છે. ત્યારે કોરોના વાયરસથી બચવા માટે માનવીની સભાનતા જરુરી છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button