આણંદ

આણંદ શહેર, તથા વિદ્યાનગર શહેર યુવા મોરચા દ્વારા આણંદ રેડક્રોસ સોસાયટીમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

આણંદ, તા. ૧૬
તા. ૧પ મી મે ના રોજ ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આણંદ જિલ્લા યુવા મોરચા પ્રમુખ જગતભાઈ પટેલ ની અધ્યક્ષ તામાં આણંદ તાલુકા, આણંદ શહેર, તથા વિદ્યાનગર શહેર યુવા મોરચા દ્વારા આણંદ રેડક્રોસ સોસાયટીમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
હાલના કોવિડ-૧૯ મહામારી દોઢ માસથી શરૂ થયેલ છે, આવા સમયમાં બ્લડ બેન્કમાં રક્તની તાતી જરૂરીયાત હોવાથી આવા તાત્કાલિક સંજોગોમાં આણંદ જિલ્લામાં થેલેસેમિયાના દર્દીઓને સગર્ભા મહિલાઓને જે સમયાંતરે રક્તની જરૂરિયાત ઊભી થાય છે તેને પહોંચી વળવા માટે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે જિલ્લા યુવા મહામંત્રી દિપેનભાઈ પટેલ, કોષાધ્યક્ષ જ્લ્પન પટેલ, તાલુકા પ્રમુખ ધવલ પટેલ, વિદ્યાનગર યુવા પ્રમુખ નિહીર શાહ, રેડ ક્રોસ સોસાયટી સેક્રેટરી શૈલેષ ભાઈ પટેલ, ઉમેશભાઈ શેલત, ડો. અશોકભાઈ જૈન, નીરવભાઈ પટેલ તથા કાર્યકરો હાજર રહિયા.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button