હિંડનબર્ગ રિપોર્ટ પર કમિટી બનાવાશે, અમે સંપૂર્ણ પારદર્શિતા ઈચ્છીએ છીએઃ સુપ્રીમ કોર્ટ
અદાણી-હિંડનબર્ગ કેસ અંગે આજે SCમાં સુનાવણી થઈ

અદાણી મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણીમાં અદાણી મામલે સુપ્રિમ કોર્ટ તપાસ કમિટીનું ગઠન કરશે. સાથે સાથે તેમણે કહ્યું કે, સપૂર્ણ પારદર્શિતા ઈચ્છીએ છીએ. હિંડનબર્ગ કેસ મામલે અદાણીને લઈને સુપ્રિમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન સીજેઆઈએ કહ્યુ હતુ કે, અમે કમીટી બનાવીશુ અને ત્યારબાદ મોનિટરિંગનું કામ કરાશે. આ કામ હાલમાં વર્તમાન જજોને સોંપવામાં નહીં આવે. વિગત વાર ચર્ચા કરીએ તો શુક્રવારે એટલે કે ૧૭ ફેબ્રુઆરીના રોજ આ સુનાવણી હાથ ધરાઈ હતી. આ સુનાવણી દરમિયાન ન્યાયધિશોને સેબી તરફથી હાજર થયેલા સોલિસિટર જનરલે સમિતિના સભ્યોના નામ અને તેની સત્તા અંગે સૂચનો કરવામાં આવ્યા હતા. આ દરમિયાન સોલિસીટરે કહ્યું હતું કે અમે પણ ઇચ્છી રહ્યા છીએ કે સત્ય બહાર આવે પરંતુ બજાર પર તેની કોઈ અસર ન પડે. કોઈ પૂર્વ જજને મામલાની દેખરેખની જવાબદારી સોંપવા પર કોર્ટ નિર્ણય લઈ શકે છે.