ટૉપ ન્યૂઝનવી દિલ્હી
સોનિયા ગાંધી હોસ્પિટલમાં દાખલ: સખત તાવ આવ્યા બાદ હાલ સારવાર હેઠળ: તબિયત સ્થિર
હોસ્પિટલ તરફથી કહેવામાં આવ્યું છે કે, સોનિયા ગાંધી હજુ પણ નિરીક્ષણ હેઠળ છે અને તેમના મેડિકલ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત આજે એટલે કે શુક્રવારે અચાનક બગડી હતી. માહિતી મુજબ સોનિયા ગાંધીને તાવ આવતાં તેમને સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલ તરફથી કહેવામાં આવ્યું છે કે, સોનિયા ગાંધી હજુ પણ નિરીક્ષણ હેઠળ છે અને તેમના મેડિકલ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જોકે હાલ તબિયત સ્થિર હોવાનું કહેવાય છે.
સોનિયા ગાંધીની સારવાર ચેસ્ટ મેડિસિન વિભાગના સિનિયર કન્સલ્ટન્ટ ડૉ. અરૂપ બાસુની દેખરેખ હેઠળ ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ કોઈ ગંભીર સમસ્યા નથી. સોનિયા ગાંધીને કેટલાક સમયથી શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે, જેના કારણે તેમને ઘણીવાર નેબ્યુલાઈઝ પણ થાય છે. તે જ કારણોસર તેમને દાખલ કરવામાં આવ્યા છે.
Advertisement
Advertisement