સી વી એમ યુનિવર્સિટી ઘટક કોલેજ સેમકોમ દ્વારા સેમકોમ પ્રીમિયર લીગ (SPL) સીઝન 12 યોજાઈ
સેમકોમ દ્વારા સતત 12 માં વર્ષે સેમકોમ પ્રીમિયર લીગ (SPL) ક્રિકેટ નું આયોજન તારીખ 13/03/2023 થી 16/03/2023 સુધી કરવામાં આવ્યું

સી વી એમ યુનિવર્સિટી ઘટક સેમકોમ દ્વારા સતત 12 માં વર્ષે સેમકોમ પ્રીમિયર લીગ (SPL) ક્રિકેટ નું આયોજન તારીખ 13/03/2023 થી 16/03/2023 સુધી કરવામાં આવ્યું હતું.
જેમાં કોલેજ ની કુલ ચાર જેટલી ફ્રેન્ચાઈસ ટીમો એ ભાગ લીધો હતો. 3 દિવસ સુધી ચાલેલ આ ટુર્નામેન્ટ ભારે રોમાંચક રહી હતી. ફાઈનલ મેચ 6G ફાલ્કન તેમજ ટીમ ગ્લેડીયેટર વચ્ચે યોજાઈ હતી. જેમાં 6G ફાલ્કન નો વિજય થયો હતો. આ ટુર્નામેન્ટ ના સમાપન સમારોહ પ્રસંગે શ્રી જેકોબ માર્ટિન ( પૂર્વ ભારતીય ક્રિકેટર) , શ્રી મેહુલ પટેલ ( માનદ સહમંત્રી, સીવીએમ), પ્રિન્સિપાલ, વિદ્યાર્થી મધ્યસ્થ સમિતિ ના ઉપપ્રમુખની ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી .
આમંત્રિત મહેમાનો દ્વારા વિજેતા તેમજ ઉપવિજેતા ખેલાડીઓ ને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા .
આ પ્રસંગે ચારુતર વિદ્યા મંડળ અને સી વી એમ યુનિવર્સિટી ના પ્રેસિડેન્ટ , વાઇસ પ્રેસિડેન્ટ ,માનદ્દ મંત્રી, માનદ્દ સહમંત્રીઓ તેમજ સર્વ હોદ્દેદારો એ દરેક ખેલાડીઓ ને અભિનંદન પાઠવી શુભેચ્છા આપી હતી.