ટૉપ ન્યૂઝનવી દિલ્હી

સોશ્યલ મીડિયા પર ફેલાતી અફવાઓ પર વિશ્વાસ ન કરતાં: કેન્દ્રએ જાહેર કર્યું ઍલર્ટ, પંજાબમાં સોમવાર બપોરે 12 વાગ્યા સુધી ઈન્ટરનેટ સેવા બંધ:સરકારી બસની સુવિધા પણ 2 દિવસ માટે બંધ

કેન્દ્રીય એજન્સીઓએ રાજ્યમાં એલર્ટ કર્યું ઘોષિત

વારિસ પંજાબ દે પ્રમુખ અમૃતપાલની સામે હાલમાં પંજાબ પોલીસ એક્શનમાં છે. તેને ભાગેડુ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. સમગ્ર પોલીસ પ્રશાસનને એલર્ટ મોડમાં રાખવામાં આવ્યું છે ત્યારે પંજાબ પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓએ લોકોને અપીલ કરી છે કે પાકિસ્તાનથી સોશિયલ મીડિયા પર મોકલવામાં આવી રહેલી ખોટી માહિતીઓ પર વિશ્વાસ ન કરવો. Fake Idથી પાકિસ્તાનમાં બેઠેલા ખાલિસ્તાની પંજાબનાં લોકોને ગેરમાર્ગે દોરવાનાં પ્રયાસો કરી રહ્યાં છે.

એકતરફ જ્યાં અમૃતપાલસિંહની ધરપકડને લઈને પોલીસ સર્ચ ઓપરેશન કરી રહી છે તો બીજી તરફ શનિવાર સાંજથી સોમવાર બપોર 12 વાગ્યા સુધી ઈન્ટરનેટ સેવા પણ બંધ કરવામાં આવી છે. આ સિવાય તમામ SMS સેવા (બેંકિંગ-મોબાઈલ રિચાર્જ સિવાય) પણ બંધ રાખવામાં આવશે.2 દિવસ માટે પંજાબની સરકાર બસ સેવાઓને પણ બંધ કરી દેવામાં આવ્યું છે. સરકારી આદેશો અનુસાર સોમવાર અને મંગળવારે પણ બસની કોઈ સેવા મળશે નહીં.

Advertisement

રાજ્યમાં આ ઘટનાને ધ્યાનમાં લઈને ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. એટલું જ નહીં રાજ્યનાં મુક્સર સાહિબ અને ફાજિલ્કા જિલ્લાઓમાં કલમ 144 લાગૂ પાડવામાં આવી છે. આદેશ જાહેર થયો તે અનુસાર હાલની સ્થિતિને ધ્યાનમાં લેતા કલમ 144 લાગૂ પાડવામાં આવી છે અને પોલીસબળ તૈનાત કરવામાં આવ્યું છે. સૂચના અનુસાર 31 માર્ચ સુધી આ કલમ લાગૂ રહેશે.

અમૃતપાલસિંહને શોધવામાં હાલમાં સમગ્ર પંજાબ પોલીસ લાગી ગઈ છે ત્યારે કથિત ધોરણે તેણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ધમકી આપ્યા હોવાનો આરોપ છે. એટલું જ નહીં વારિસ પંજાબ દે સંગઠનનાં પ્રમુખ અમૃતપાલસિંહનાં સમર્થકોએ 23 ફેબ્રુઆરીનાં રોજ અજનાલા પોલીસ સ્ટેશન પર પણ હુમલો કર્યો હતો. અમૃતપાલ સિંહ ખાલિસ્તાની સમર્થક દીપ સિધ્ધૂનું સંઠગન ‘વારિસ પંજાબ દે’નો વડો છે. વિકિપીડિયા અનુસાર શીખ ધર્મના પ્રસાર માટે અમૃત અભિયાન ચાલે છે. તેણે પોતાનો પ્રથમ અમૃત પ્રચાર અભિયાન રાજસ્થાનનાં શ્રીગંગાનગરમાં આયોજિત કર્યો હતો જેમાં આશરે 647 લોકોએ અમૃતગ્રહણ કર્યું હતું. રિપોર્ટ અનુસાર અમૃતપાલે તો સરકારને પડકારતાં કહ્યું હતું કે’ હું સરકારને કહેવા ઈચ્છું છું કે જો તે મને પકડવા ઈચ્છે છે તો મને જગ્યા કહો. એક તરફ સરકાર કહે છે કે તે મને શોધી રહી છે અને બીજી તરફ તે જાણે છે કે હું ક્યાં હતો. પછી તે ખોટું શા માટે બોલી રહી છે કે તેમણે રેડ પાડી?’તેણે હાલમાં ગૃહમંત્રી અમિત શાહને ધમકી આપતાં કહ્યું કે ‘અમિતશાહે કહ્યું હતું કે ખાલિસ્તાન આંદોલનને વધવા નહીં દઈએ. મેં કહ્યું હતું કે ઈન્દિરા ગાંધીએ પણ આવું જ કહ્યું હતું. જો તમે પણ આવું કરો છો તો તમને પણ પરિણામ ભોગવવું પડશે. ‘

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button