
ગુજરાતમાં આજે લૉકડાઉન-3.0નો અંતિમ દિવસ છે અને આવતીકાલથી લૉકડાઉન 4.0નો પ્રારંભ થશે. ત્યારે આજે સાંજે ગૃહ મંત્રાલયે ઈશ્યુ કરેલ લોકડાઉન 4.0ની ગાઈડલાઈન મુજબ ગુજરાતમાં જનતાને કયા પ્રકારની છૂટછાટ મળૅશે તે અંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી જાહેરાત કરી રહ્યાં છે. જે અંતર્ગત હવે
કન્ટેનમેન્ટ ઝોન અને નોનકન્ટેનમેન્ટ ઝોનને આધારે નક્કી થશે કે ક્યાં છુટછાટ મળી શકે છે.
ગુજરાત અંગેની જાહેરાત આવતીકાલે થશે
ગુજરાતમાં કેવી રીતે લાગુ પડશે એની બ્લ્યુપ્રિન્ટ સોમવારે જાહેર થશે.
મંગળવારથી થશે નવા નિયમનું અમલીકરણ
ST અને શહેરી બસ સેવા શરૂ થશે, જાહેરાત કાલે
ટૂ વ્હીલર્સ અને જાહેર પરિવહનની પરવાનગીની કાલે માહિતી અપાશે
ચેમ્બર ઓફ કોમર્સની અરજને આધારે ધંધા-કારોબાર શરૂ કરી શકાશે
સ્કૂટર અને રીક્ષા ચાલકને મળશે રાહત
ગુજરાતમાં કન્ટેન્ટમેન્ટ વિસ્તારોમાં દુકાનો, વેપાર, ધંધાને કેવી રીતે કયા નિયમોથી છુટછાટ અપાશે એના નીતિ, નિયમો સોમવારે બહાર પડશે.
રાજ્યમાં સાંજે ૭થી સવારે ૭ સુધી કરફ્યુ રહેશે
જાહેરમાં થૂંકનારને રૂ. 200નો દંડ
માસ્ક ન પહેરનારને પણ રૂ. 200નો દંડ