ભાજપના MLA જીતુભાઈ વાઘાણીને હાઈકોર્ટનું તેડું: ભાજપ સમર્થનના પોસ્ટર થયા હતા વાયરલ
21 એપ્રિલના રોજ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે

ભાજપના ધારાસભ્ય જીતુ વાઘાણીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ગુજરાત હાઈકોર્ટે જીતુ વાઘાણીને સમન્સ પાઠવ્યું છે. માહિતી મુજબ AAP નેતા રાજુ સોલંકીની અરજી પર સમન્સ ઈશ્યૂ કરવામાં આવ્યું છે. અગાઉ વિધાનસભા ચૂંટણીમાં પોસ્ટર વાયરલ થવા મુદ્દે રાજુ સોલંકીએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જે બાબતે હવે ગુજરાત હાઇકોર્ટે જીતુ વાઘાણીને સમન્સ પાઠવ્યું છે.

આ તરફ આપ નેતા રાજુ સોલંકીએ પોસ્ટર વાયરલ બાબતે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ દરમિયાન હવે રાજૂ સોલંકીની અરજી વચ્ચે હવે ગુજરાત હાઇકોર્ટે ભાજપ નેતા જીતુ વાઘાણીને સમન્સ પાઠવ્યું છે. મહત્વનું છે કે, આ મામલે હવે 21 એપ્રિલના રોજ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. વિધાનસભા ચૂંટણી ટાણે આવા પોસ્ટર વાયરલ થયા બાદ મામલો ગરમાયો હતો.