આણંદટૉપ ન્યૂઝ

આણંદ જીલ્લામાં ૧૭ થી વધુ જગ્યાએ રામજીની ભવ્ય સવારી નીકળશે : પોલીસનો ટેકનોલોજી સાથે ચુસ્તબંદોબસ્ત

પોલીસ દ્વારા ડ્રોન કેમેરા,બોડી વોન કેમેરા,ટેરેસ વોચ,સહિત ટેકનોલોજીથી બાઝ નજર રખાશે

  1. બોરસદ,ખંભાત અને પેટલાદમાં રામજીની શોભાયાત્રામાં જનમેદની ઉમટશે
  2. તમામ શોભાયાત્રાનું સતત જીલ્લા વડા પ્રવિણકુમાર દ્વારા મોનેટરીંગ કરાશે
  3. આણંદના શહેરના માર્ગો ઉપર રામજીની શોભાયાત્રાંમાં વિશાળ જનમેદની ઉમટી
  4. જીલ્લાની તમામ પોલીસ બંદોબસ્તમાં જાેડાશે

 

(તસવીર ઃઅક્ષિત પટેલ,આણંદ)

આણંદ,તા.૩૦, આણંદ શહેર સહિત જીલ્લામાં રામનવમી નીમીત્તે વહેલી સવારથી રામમંદિરોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા ઉમટી પડયા છે. મંદિરોમાં ઠેરઠેર રામજીનું શણગાર સજાવી વહેલી સવારે આરતી ઉતારવામાં આવી ત્યારબાદ સુંદરકાંડ્‌ રામચરિત માનસ સહિતના પાઠ પણ કરવામાં આવ્યા છે. બપોરે ૧૨ ના ટકોરે આણંદ શહેરના નવા જુના રામજી મંદિર સહિત ગામે ગામ આવેલ રામમંદિરોમાં ભગવાન રામનો જન્મ ભકિતભાવપુર્વક ઉજવવામાં આવ્યો હતો.

Advertisement

બાર વાગે ભગવાન રામને જન્મ બાદ પંચામૃત સ્નાન કરાવી પુજા અર્ચના કરાવવામાં આવી હતી. આણંદ શહેરના રામજી મંદિરમાં જ મોટી સંખ્યામાં દર્શનનો લાભ લીધો હતો. તો વળી બીજી બાજુ વિશ્વ હિન્દુ પરીષદ બજરંગ દળ સહિત વિવિધ સંગઠનો દ્વારા રામજીની શોભાયાત્રાનું આયોજન આણંદ, વિરસદ,ખંભાત,બોરસદ,પેટલાદ સહિત નાના મોટા ગામોમાં ૧૭ જગ્યાએ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇને વહેલી સવારથી આણંદ પંથકના માર્ગો જયશ્રી રામના નાદથી ગુંજી ઉઠયા હતા. સૌ કોઇ ભગવાન રામની પુજા અર્ચના કરી આરાધના કરતા જોવા મળ્યા હતા.

(તસવીર ઃઅક્ષિત પટેલ,આણંદ)

આણંદ શહેરમાં નાની ખોડીયાર મંદિરે થી બપોરે ૨ કલાકે ભગવાન રામજી ભવ્ય સોભાયાત્રા કરવામાં આવી હતી. જેમાં રામ લક્ષ્મણ અને જાનકીનો વેશભુષા કરી અને વિવિધ પાત્રોની વેશભુષામાં બાળકોને સજજ કરી બગીમાં બિરાજમાન કરવામાં આવે છે. તેમજ મોટી સંખ્યામાં ભજન મંડળીઓ યોજાશે. આ ઉપરાંત વીશ્વ હિન્દુ પરીષદના સભ્યો પણ જાેડાશે. લગભગ પાંચ બગી, પાંચ ટ્રેકટર ,૧૦ કાર સહિત વિવિધ સાધનો માં શોત્રાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

તેવી રીતે બોરસદ શહેરમાં પણ ભગવાન રામજીની ભવ્ય શોભાયાત્રા નીકળે છે. જેમાં લગભગ ૨૦ થી વધુ માણસો એકત્ર થાય છે. અને રાત્રિના સમયે અનોખો નજારો જાેવા મળે છે. ખંભાતમાં પણ વાજતે ગાજતે ભગવાન રામજીની શોભાયાત્રાનું આયોજન વિવિધ સંગઠનો દ્વારા કરવામાં આવ્યુ છે.

Advertisement

જીલ્લામાં તમામ શોભાયાત્રાના રુટને સીસી ટીવી કેમેરાથી સજજ કરાયા
આણંદ જીલ્લામાં ૧૭ થી વધુ જગ્યાએ ભવ્યતાથીભવ્ય રામજીની સવારી નીકળવાની છે. ત્યારે અલગ અલગ સંગઠન દ્વારા રામજીકી સવારીનું ભવ્ય આયોજન કરાયુ છે. જેને લઇને પોલીસ તંત્ર પણ સર્તક બન્યુ છે. અને તહેવાર દરમ્યાન કોઇપણ પ્રકારનું છમકલુ ન થાય તેને લઇને પોલીસ દ્વારા તમામ પ્રકારની તૈયારી આરંભી દેવાઇ છે. ત્યારે ૧૭ થી વધુ જગ્યા પર આણંદ જીલ્લા પોલીસ અધિક્ષક પ્રવિણ કુમારની સુચનાનુસાર શોભાયાત્રાના રુટ ઉપર સીટી ટીવી કેમેરાથી સજજ કરી દેવામાં આવ્યા છે.

 

Advertisement

 

બોરસદમાં બોલીવુડના કોરીયો ગ્રાફર રાજીવ સુરતી તથા પ્રોડયુસર કેવલ પટેલ રામજી કી સવારી ઉપર હનુમાન ચાલીસાનું ગીત બનાવશે
બોરસદમાં વિશ્વ હિન્દુ પરીષદ અને બજરંગ દળ ઘર આયોજીત ભવ્ય રામજીકી સવારી શોભાયાત્રામાં બોલીવુડના કોરીયો ગ્રાફર રાજીવ સુરતી તથા પ્રોડયુસર કેવલ પટેલ ઉપસ્થીત રહી આ રામજી કી સવારીનું ભવ્ય શુટીંગ કરશે. અને હનુમાન ચાલીસાના ગીત ઉપર ભવ્ય આલબ્મબ બનાવશે. જે બોરસદ વાસીઓ માટે સરપ્રાઇઝ હશે. અને જેને લઇને બોરસદ પંથકમાં ઉત્તેજના વ્યાપી હોવાનો માહોલ સર્જાયો છે.

Advertisement

ખંભાત શહેરમાં રામજીની શોભાયાત્રાને લઇને પોલીસ તંત્ર એલર્ટ
આણંદ જીલ્લામાં ખંભાત શહેર નીકળતી રામજીની શોભાયાત્રામાં દર વખતે નાના મોટા છમકલા થાય છે. તેને ધ્યાને લઇ જીલ્લા પોલીસ વડા દ્વારા ખંભાત શહેરમાં પોલીસ ખડકી દઇને ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તેમજ બંને કોમના આગેવાનો સાથે અગાઉ શાંતિ સમિતિની બેઠક યોજીને શાંતિપુર્ણ રીતે તહેવાર ઉજવાય તે માટે યુવકોને કાબુમાં રાખવા અને સમજાવવા જણાવ્યું હતું. સાાથે સાથે રામજીની શોભાયાત્રા જે જે વિસ્તારમાં નીકળવાની છે. ત્યાં શોભાયાત્રા દરમ્યાન કોઇની ધાર્મિક લાગણી દુભાય નહી તેવા કૃત્યોને ગીતો ન વગાડવા અપીલ કરવામાં આવી છે.

Advertisement

અહેવાલ
મનન હિંગુ,આણંદ

Advertisement

 

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button