નવી દિલ્હી

ભારતમાં મોતનો આંકડો ૩૦૨૯થી વધારેભારત ઃ ૯૭ હજારથી વધુ કેસો

નવી દિલ્હી,તા. ૧૮
કોરોના વાયરસના કારણે લોકોની હાલત ખરાબ થયેલી છે. છેલ્લા ૨૪ કલાકના ગાળામાં જ કોરોના વાયરસના ૫૨૪૨ કેસો સપાટી પર આવી ગયા છે. આવી જ રીતે કેસોની સંખ્યા વધીને ૯૬૧૬૯ સુધી પહોંચી ગઇ છે. બીજી બાજુ કોરોના વાયરસના કારણે છેલ્લા ૨૪ કલાકમાં મોટી ંસખ્યામાં લોકોના મોત પણ થયા છે. આની સાથે જ મોતનો આંકડો ૩૦૨૯ સુધી પહોંચી ગયો છે. કુલ ડિસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા ૩૬૮૨૪ સુધી પહોંચી ગઇ છે. ભારતમાં પણ કેસોની સંખ્યા રેકોર્ડ ગતિથી વધી રહી છે. ભારતમાં કેસોની સંખ્યા હવે લાખના આંકડા સુધી પહોંચવા આવી છે. દેશની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં કેસોની સંખ્યા વધીને હવે ૩૩ હજારથી વધારે પહોંચી ગઇ છે. હાલમાં ૩૨ રાજ્યો કોરોના વાયરસના સકંજામાં આવેલા છે. જુદા જુદા રાજ્યોમાં કેસોની સંખ્યા સતત વધી રહી છે. દેશના પાચ રાજ્યોમાં હાલત વધારે ખરાબ થયેલી છે. જેમાં મહારાષ્ટ્ર, દિલ્હી,ગુજરાત, રાજસ્થાન, તમિળનાડુનો સમાવેશ થાય છે. યુપીમાં યોગી સરકાર કોરોના કેસોને કાબુમાં લેવામાં સફળ રહી છે. રેડ ઝોન વાળા રાજ્યોમાં કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. મુબંઇ, દિલ્હી. અમદાવાદ, ઇન્દોર અને પુણેમાં Âસ્થતી ચિંતા ઉપજાવે તેવી રહેલી છે. કેરળમાં રિકવરી રેટ બેસ્ટ છે. જ્યારે ગુજરાતમાં રિક્વરી રેટ સૌથી ખરાબ છે. વિશ્વમાં કોરોનાના સૌથી વધુ કેસોના મામલે ભારત હવે ૧૧માં સ્થાને છે. પ્રવાસી મજુરોના કારણે કોરોના હવે ગ્રામીણ વિસ્તારોમાં પહોચી જતા ચિંતા વધી ગઇ છે. ભારતમાં કોરોનાના જે કેસો નોંધાયા છે તે પૈકી અડધાથી વધારે કેસો દિલ્હી, મુંબઇ, અમદાવાદ, ચેન્નાઇ, પુણે સહિતના શહેરોમાં નોંધાયા છે. પાંચ શહેરોમાં કેસોની સંખ્યા ૪૮૦૦૦થી વધારે નોંધાઇ છે. ભારતમાં મોતનો આંકડો ૩૦૨૯થી ઉપર પહોંચી ગયો છે. દેશમાં કોરોના વાયરસને કાબુમાં લેવા માટે તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં Âસ્થતી ખરાબ થયેલી છે. ૨૨મી માર્ચના દિવસે જનતા કરફ્યુ બાદ ૨૪મી માર્ચથી લોકડાઉનની Âસ્થતી દેશમાં રહેલી છે. ભારતમાં કેસોની સંખ્યા ૯૨ હજારથી ઉપર પહોંચી ગઇ છે. આની સાથે જ કેસોની સંખ્યા ચીન કરતા વધારે થઇ ગઇ છે. કોરોનાના ફેલાવાને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં Âસ્થતી કાબુમાં આવી રહી નથી. મુંબઇમાં સૌથી વધારે કેસો રહેલા છે. આવી જ રીતે બીજા સ્થાન પર અમદાવાદ છે. રિક્વરી રેટની વાત કરવામાં આવે તો કેરળ, હરિયાણા અને તમિળનાડુમાં ક્રમશ ૯૮.૮ ટકા, ૯૮.૩ ટકા અને ૯૭.૭ ટકા છે. આવી જ રીતે ગુજરાતમાં રિક્વરી રેટ સૌથી ખરાબ છે. અહીં રેટ ૬૭.૫ ટકાની આસપાસ છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ક્રમશ ૭૪.૬ અને ૭૫.૯ ટકાની આસપાસ છે. ભારત જેટલા જ કેસોવાળા દેશોની વાત કરવામાં આવે તો ભારતમાં રિક્વરી રેટ ૯.૫ ટકા છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button