સમાચાર
ગુજરાત હાઇકોર્ટની ઐતિહાસિક પહેલ, ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ થશે SCના ચૂકાદા
હાઈકોર્ટની વેબસાઈટ પર ગુજરાતીમાં ચૂકાદા જોઈ શકાશે

ગુજરાત હાઇકોર્ટની ઐતિહાસિક પહેલ સામે આવી છે. જેમાં ગુજરાતી ભાષામાં SCના ચૂકાદા ઉપલબ્ધ થશે. તેમજ HCની વેબસાઈટ પર ગુજરાતીમાં ચૂકાદા ઉપલબ્ધ રહેશે. તેથી વકીલો-સામાન્ય લોકોને મદદ મળશે.
ગુજરાત હાઈકોર્ટે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં આઇટી સેલ ચૂકાદા HCની સાઈડ પર મુકશે. ગુજરાત હાઇકોર્ટની નવતર અને ઐતિહાસિક પહેલથી ફાયદો થશે. તેમાં હવે ગુજરાતી ભાષામાં સુપ્રીમ કોર્ટના ચુકાદા ઉપલબ્ધ થશે. જેમાં હાઈકોર્ટની વેબસાઈટ પર ગુજરાતીમાં ચૂકાદા જોઈ શકાશે. તેમજ ગુજરાત હાઇકોર્ટના આઇટી સેલ દ્વારા ચુકાદા HCની સાઈડ પર મુકાશે. તેથી પક્ષકારો, વકીલો સહિતને ચુકાદાની જાણકારી સરળતાથી મળી રહેશે.
Advertisement
Advertisement