સમાચાર

જુનિયર ક્લાર્કની પરીક્ષા આપનાર ઉમેદવારને ટ્રાવેલ્સ અલાઉન્સ મળશે

સરકાર પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉચ્ચક રૂ.254 ટ્રાવેલ્સ અલાઉન્સ આપશે

જુનિયર ક્લાર્કની પરીક્ષા આપનાર ઉમેદવારો માટે અગત્યના સમાચાર સામે આવ્યા છે. સરકાર પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉચ્ચક રૂ.254 ટ્રાવેલ્સ અલાઉન્સ આપશે. નાણાં ઉમેદવારોના બેન્ક એકાઉન્ટમાં પૈસા જમા થશે. આજે 1 વાગ્યાથી કોલ લેટર ડાઉનલોડ થવાનું શરૂ થઇ ગયું. ઉમેદવારોએ બેન્કની ડિટેઇલ ઓનલાઇન ભરવાની રહેશે.
ઉલ્લેખનીય છે કે જુનિયર કલાકની પરીક્ષાની વર્ષ 2023 માટે તારીખ જાહેર કરી દેવામાં આવી હતી. જુનિયર કલાર્કની નવી તારીખ 09-04-2023 જાહેર થઈ છે. Junior Clerk Exam Date 2023 અને પરીક્ષાનો સમય સવારે 12.30 થી 1.30 વાગ્યા સુધીનો છે. જ્યારે આજે બપોરે 1 વાગ્યાથી ટિકિટ ડાઉનલોડ કરી શકાશે.
ગુજરાત પંચાયત સેવા મંડળ દ્વારા રાજ્યની પંચાયત વિભાગ હેઠળની જુદી જુદી કચેરીઓ માટેના હિસાબી સંવર્ગ અને વહીવટી સંવર્ગના ક્લાર્ક ની ભરતી માટે જાહેરાત નંબર : 12/2021-22 ભરતી માટેની પરીક્ષા માટે તૈયારી કરતા ઉમેદવારો પરીક્ષાની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા. ત્યારે ગુજરાત પસંદગી મંડળ દ્વારા પરીક્ષાની તારીખ 08/01/2022ની તારીખ પરીક્ષા લેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ આ 08/01/2022ના રોજ ગુજરાત જાહેર સેવા આયોગ GPSC એ પણ વહીવટી સેવા વર્ગ :1 અને 2 તેમજ નગરપાલીકાના ચીફ ઓફીસરની પરીક્ષા યોજવાનો કાર્યક્રમ જાહેર કરેલ હોય ,પંચાયત જુનિયર ક્લાર્ક (Panchayat Clerk) ની પરીક્ષા આજ તારીખે યોજવાની જાહેરાત થતાં બંને પરીક્ષામાં બેસનાર ઉમેદવારો વિચારમાં મુકાયા હતા . આ બાબતે Gujarat panchayat Seva Mandal ગુજરાત પંચાયત સેવા સેવા મંડળ દ્વારા તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.
જુનિયર કલાર્ક ની પરીક્ષા તારીખ ૨૯/૦૧/૨૦૨૩ ના રોજ લેવાની હતી જે રદ થઈ હતી. અને તમામ મિત્રો junior clerk exam date 2023 ની રાહ જોઈને બેઠા હતા. તો અમે આપને જણાવી દઈએ કે જુનિયર કલાર્કની નવી પરીક્ષા તારીખ 9 એપ્રીલ 2023ના રોજ લેવામાં આવશે.

 

જુનિયર કલાર્ક કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ જાહેર થઈ ગયેલ છે. જે મુજબ તમે જુનિયર કલાર્ક ના કોલ લેટર તારીખ 31/03/2023 થી લઈને 9/04/2023 સુધી OJAS પરથી કોલ લેટર ડાઉનલોડ કરી શકશો.

Advertisement

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button