
- પ્રમુખની મનમાની ૧૩ સભ્યોનો વિરોધ થતાં સભાનો કાગળ ફાડીને મંજૂર મંજૂર કરીને બે સેકન્ડમાં ઉભા થઇ જતાં ભારે રોષ,જેમને કોઇ સત્તા નથી
- જીલ્લામા ડેમેજ કંટ્રોલની વાત કરનાર જીલ્લા ભાજપ પ્રમુખ અને સોજીત્રાના ધારાસભ્ય વિપુલભાઇ પટેલ પોતાના વિસ્તારના ભાજપના કાઉન્સીલરોને સાચવી શકતા નથી.
- ભાજપના ચાર કાઉન્સીલરોએ વિહીપમાં તો સહી કરી પરંતુ સભાખંડમાં લેખિતમાં બજેટ બાબતે વિરોધ દર્શાવ્યો
આણંદ,તા.૩૧, સોજીત્રા નગર પાલિકામાં ગત ૨૩ મી મળેલી બજેટ બેઠકમાં ભાજપના સભ્યોએ વિરોધ કર્યો હતો. જેથી ના મંજૂર થયુ હતું. જેને લઇને ભાજપ સંગઠન દ્વારા રુઠેલા સભ્યોને મનાવવાનો પ્રયાસ કર્યો છે. અને સતત ભાજપ સંગઠન દ્વારા સોજીત્રામાં પાંચ કાઉન્સીલરોને મનાવવામાં આવી રહયા હતા.
પરંતુ ૩૧મી માર્ચના રોજ પુનઃ બજેટ બેઠક યોજાઇ હતી. જે અગાઉ ચીફ ઓફીસરે કહયુ હતું બજેટ ના મંજૂર થાય તો પહેલી એપ્રિલથી પાલિકા કોઇ ખર્ચ કરી શકશે નહી. જેને લઇને આજે પુનઃ બજેટ પાલિકા પ્રમુખના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. જાેકે આ બેઠકમાં ૨૪ કાઉન્સીલરોમાથી ૨૩ હાજર રહયા હતા.
જેમાં ભાજપના ૧૪, અને કોંગ્રેસના ૯ કાઉન્સીલરો હાજર રહ્યા હતા. તેમાંથી ૧૩ સભ્યોએ બજેટનો વિરોધ કર્યો હતો. અને લેખિતમાં ચીફ ઓફીસર અને પાલિકા પ્રમુખને આપ્યુ હતું. પરંતુ પાલિકા પ્રમુખ સભ્યોની વાત સાંભળયા વગર મંજૂર મંજૂર કહીને ઉભા થઇ ગયા હતા. જેથી કોંગ્રેસે સીસી ટીવી કેમેરા તપાસવા માટે ચીફ ઓફીસરને રજુઆત કરી હતી. પાલિકા પ્રમુખની તાનાશાહી સામે અમારો સખત વિરોધ છે. તેમ કહયુ હતું.
અગાઉ મળેલી સામાન્યસભાની બજેટ બેઠકમાં કામ નં. ૧,૨,૩,૪ અને ૧૩ કામોનો ભાજપના સભ્યોએ વિરોધ કર્યો હતો. જેના કારણે રાજકીય ગરમાવો વ્યાપી ગયો હતો. અને બજેટ ના મંજૂર કર્યુ હતું. આમ, પાલિકા પ્રમુખની આપખુદ શાહીથી કંટાળી ગયેલા સભ્યોએ આખરે બીજી વખત મળેલ બેઠકમાં પણ ભાજપના ચાર અને કોંગ્રેસના સભ્યોએ વિરોધ કરતાં બજેટ મંજૂર ગણવું કે ના મંજૂર કે ચીફ ઓફીસર પણ કહી શકતા નથી.
જીલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલની હાલત દીવા તળે અંધારા જેવી થઇ……
આણંદ જીલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય વિપુલભાઇ પટેલનો ગઢ એટલે સોજીત્રા નગરપાલિકા ગણાય છે. જેઓએ ઉમરેઠ સહિત અન્ય પાલિકાઓમાં મામલો થાળે પ ાડયો હોવાનો જશ ખાટે છે. ત્યારે પોતાના ગઢમાં જ કાઉન્સીલરોને સમજાવવામાં સફળ થયા નથી. આમ,પાલિકા પ્રમુખ એક હથ્થુ શાસન સામે કાઉન્સીલરો ભાજપ સંગઠનની પણ અવગણના કરીને વિરોધ નોંધાવ્યો છે. જેને લઇને ભારે ચર્ચા ઉઠવા પામી છે.