સામરખા એકસપ્રેસ વે પર ગરનાળું સાંકડું હોવા છતાં માર્ગ મકાન વિભાગે માત્ર વાહનોને ધીમા હંકારવાનું બોર્ડ સંતોષ માન્યો

આણંદ,તા.૩૦, આણંદ -ભાલેજ રોડ પર સામરખા એકસપ્રેસ વે નીચે સીંગલ પટ્ટીનું ગરનાળુ છે.જેમાં એકી સાથે બે મોટા વાહનો જઇ શકે તેમ નથી.તેના કારણે દૈનિક હજારો વાહનચાલકોને બંને તરફ ઉભા રહેવાનો વખત આવે છે. ગરનાળા નીચથી ટ્રકે કે લકઝરી બસ જેવા મોટાવાહનો પસાર થાય ત્યારે સામે કોઇ વાહન અવરજવર કરી શકતા નથી. જેથી આ જગ્યાએ એસટી બસ સિવાયના ભારે વાહનો પર પ્રતિબંધ મુકવાની માંગ ઉઠી હતી. તેમ છતાં માર્ગ મકાન વિભાગ દ્વારા આગળ ગરનાળુ સાંકળુ છે.જેથી ઓવરટેક કરવી નહીં તેવું બોર્ડ મુકીને સંતોષ માન્યો હોવાથી લોકોમાં ભારે નારાજગી જાેવા મળે છે.
આણંદ -સામરખા રોડ પર થી ડાકોર, ગોધરા, સહિત આ વિસ્તારમાં આવેલા ૬૦ વધુ ગામોના લોકો વાહનલઇને અવરજવર કરે છે. એકસપ્રેસ વે બનાવવામાં આવ્યો ત્યારે સ્થાનિકોએ ગરનાળુ ટુ વે બનાવવાની માંગ કરી હતી.પરંતુ તંત્ર માન્યું નહીં જેથી વાહનચાલકોને ભોગવવાનો વખત આવ્યો છે. સાંકળા ગરનાળાના કારણે વારંવાર ટ્રાફિક જામ થતો હોવાથી આ ગરનાળા નીચે ખાનગી ભારે વાહનો પર પ્રતિબંધ મુકવાની માંગ કરી હતી. જે અંગે માર્ગ મકાન વિભાગમાં વારંવાર રજૂઆત કરાઇ હતી.તેમ છતાં માર્ગ મકાન વિભાગ હાલમાં માત્ર ઓવરટેક કરવી નહીં આગળ ગરનાળુ સાંકડુ છે.
તેવો બોર્ડ લગાવીને સંતોષ માન્યો હોવાથી લોકો ભારે નારાજગી જાેવા મળે છે. આ નાળું સાંકડું હોવાથી અગાઉ એક એસિડ ભરેલ ટેન્કર ફસાય જતાં ભારે અફરા તફરી મચી જવા પામી હતી.જેના પગલે વહીવટી તંત્ર ના સત્તાધીશો ને દોડધામ કરવી પડી હતી.આણંદ જિલ્લા સાંસદ સભ્ય દ્વારા પણ આ નાળા અંગે ઘટતી કાર્યવાહી કરવા ભલામણ કરવામાં આવી હોવા છતાં પરિણામ શૂન્ય રહેવા પામ્યું છે.