પૂર્વ CM રૂપાણી , નીતિન પટેલને નવી જવાબદારી સોપાઈ
રાજકોટમાં પણ ભરાશે દિવ્ય દરબાર રાજકોટ ખાતે પણ ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ભરાશે. રાજકોટમાં 1 અને 2 જૂનના રોજ રેસકોર્સ મેદાન ખાતે દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. બાગેશ્વર ધામ સેવા સમિતિ, રાજકોટ તરફથી આ દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

લોકસભા ચૂંટણીને લઈ ભાજપ એકશન મોડમાં આવી છે, ગુજરાત પ્રદેશ ભાજપના નેતાઓને સોંપાઈ વિશેષ જવાબદારી
-
- લોકસભા ચૂંટણીને લઈ ભાજપ એકશન મોડમાં
- ગુજરાત પ્રદેશ ભાજપના નેતાઓને સોંપાઈ જવાબદારી
- પૂર્વ CM વિજય રૂપાણી, પૂર્વ DyCM નીતિન પટેલને સોંપાઈ જવાબદારી
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર આ મહિને નવ વર્ષ પૂર્ણ કરી રહી છે. મોદી સરકારનાં નવ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ભાજપ દેશભરમાં વિશેષ સંપર્ક અભિયાન શરૂ કર્યો છે. આ જનસંપર્ક અભિયાનનું સૂત્ર ‘નવ સાલ… બેમિસાલ’ રાખવામાં આવ્યું છે. ત્યારે આ કાર્યક્રમ ગુજરાતમાં પણ યોજાશે, લોકસભા વિસ્તારો પ્રમાણે કાર્યક્રમોને લઈ ગુજરાત પ્રદેશ ભાજપના નેતાઓને વિશેષ જવાબદારી સોંપાઈ છે.
ગુજરાતના સિનિયર નેતાઓને જવાબદારી સોંપાઈ
લોકસભાની ચૂંટણીને લઈ કેટલાક નેતાઓને જવાબદારી સોંપાઈ છે. ગુજરાત પ્રદેશ ભાજપના નેતાઓને લોકસભા વિસ્તારોમાં કાર્યક્રમોને લઈ જવાબદારી સોંપાઈ છે. મોદી સરકારના નવ વર્ષ પૂર્ણ થતા કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમને લઈ લોકસભા વિસ્તારને પ્રમાણે ગુજરાતના સિનિયર નેતાઓને જવાબદારી સોંપાઈ છે. પૂર્વ CM વિજય રૂપાણી, પૂર્વ DyCM નીતિન પટેલને તેમજ જીતુ વાઘાણી, વિનોદ ચાવડા અને ભારતી બેન શિયાળને જવાબદારી સોંપાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મોદી સરકારનાં નવ વર્ષ પૂર્ણ થવા પર દરેક લોકસભા મતવિસ્તારમાં વિશેષ સંપર્ક અભિયાન ચલાવવામાં આવશે. આ અભિયાન 30 મેથી એટલે કે આજથી 30 જૂન સુધી ચાલશે.