વિધાનસભા 2024 માટે ભાજપા એકસન મોડ માં ગુજરાતની જવાબદારી અન્ય રાજ્યના મોટા નેતાઓને સોપઈ
લોકસભાની ચૂંટણી માટે ભાજપ એક્ટિવઃ ગુજરાતની 26 બેઠકો કબજે કરવા ઘડાયો નવો પ્લાન!, અન્ય રાજ્યોના નેતાઓને સોંપાઈ જવાબદારી

લોકસભાની ચૂંટણી માટે ભાજપ એક્ટિવઃ ગુજરાતની 26 બેઠકો કબજે કરવા ઘડાયો નવો પ્લાન!, અન્ય રાજ્યોના નેતાઓને સોંપાઈ જવાબદારી
- લોકસભા ચૂંટણી જીતવા ભાજપનો પ્લાન
- રાષ્ટ્રીય નેતાઓને સોંપાઈ ગુજરાતની જવાબદારી
- 8 નેતાઓને ગુજરાતની જવાબદારી સોંપાઈ
ભારતીય જનતા પાર્ટી આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને ઈલેક્શન મોડમાં આવી ગઈ છે. ગુજરાતમાં પાર્ટીએ લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપે રાજ્યના તમામ 33 જિલ્લાઓમાં પ્રભારીઓની પણ નિમણૂક કરી દીધી છે. ગુજરાતમાં ભાજપે તમામ 26 સીટો પર કબ્જો કરવાની સાથે મોટી જીતનું લક્ષ્ય પણ નક્કી કરી દીધું છે. આ વચ્ચે હવે ભાજપના રાષ્ટ્રીય નેતાઓને ગુજરાતની જવાબદારી સોંપાઈ છે.
રાષ્ટ્રીય નેતાઓને ગુજરાતની જવાબદારી સોંપાઈ
2024ની લોકસભા ચૂંટણી માટે ભાજપે અન્ય રાજ્યના નેતાઓને ગુજરાતની જવાબદારી સોંપી છે. ભાજપે ભગવત કરાડ, પૂર્વ કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધન, મહારાષ્ટ્રના પૂર્વ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ, નારાયણ રાણે, સુધીર ગુપ્તા અને શ્યામ જાજુ ગુજરાતની જવાબદારી સોંપવામાં આવી છે.
સી.આર પાટીલ મજબૂત રણનીતિ ઘડવામાં વ્યસ્ત
ભાજપના પ્રદેશ પ્રમુખે વિધાનસભાની ચૂંટણી બાદ એક ડઝન જિલ્લાના પ્રમુખોની બદલી કરી હતી. આ સાથે અનેક જિલ્લાઓમાં નવી કારોબારી સમિતિઓની પણ જાહેરાત કરવામાં આવી હતી. સી.આર પાટીલ લોકસભાની ચૂંટણીને લઈને સતત મજબૂત રણનીતિ ઘડવામાં વ્યસ્ત છે. પાર્ટી તમામ 26 લોકસભા મતવિસ્તારોમાં જીતની સાથે વિપક્ષની ડિપોઝીટ જપ્ત કરાવવાના લક્ષ્યાંક માટે તૈયારી કરી રહી છે. પાર્ટી ચૂંટણી જીતેલા અપક્ષ ધારાસભ્યોને પણ સાથે લઈને રણનીતિ બનાવી રહી છે જેથી પાર્ટીને તેમના મતવિસ્તારમાં કોઈ નબળાઈનો સામનો ન કરવો પડે.
ભાજપ પ્રદેશ એકમે કામગીરી શરૂ કરી
લોકસભા 2024ની ચૂંટણીને લઈને ભાજપ પ્રદેશ એકમ દ્વારા અત્યારથી જ કામગીરી શરૂ કરવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ જ્યાં ઓછા માર્જિનથી હાર થઈ હતી, એવી બેઠકો પર ફોક્સ કરવામાં આવી રહ્યું છે અને આ માટે તમામ જિલ્લાઓમાંથી ડેટા મંગાવવામાં આવ્યા છે. સંબંધિત બુથ કમિટીઓને મજબૂત કરી લોકસભામાં કેવી રીતે વધુને વધુ મત મળે તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. આ માટે અત્યારથી જન સંપર્ક અભિયાન શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે.