ગુજરાતઅમદાવાદઆણંદટૉપ ન્યૂઝનવી દિલ્હીનેશનલ ન્યુઝભારતમુંબઇવર્લ્ડ
ચંદ્રયાન-3ને લઈને મોટા સમાચાર, પૃથ્વીની છેલ્લી પ્રદક્ષિણા પૂરી, હવે 1 ઓગસ્ટની મધરાતે થશે આ મહત્વનું કામ
ચંદ્ર તરફ ઉપડેલા ચંદ્રયાને પૃથ્વીની છેલ્લી અને અંતિમ કક્ષા પૂરી કરી લીધી છે અને હવે તે સીધું ચંદ્રની દિશા તરફ ઉપડ્યું છે તેવું ઈસરોએ કહ્યું છે.

- ચંદ્રયાન-3ની મહત્વની સિદ્ધિ
- પૃથ્વીની અંતિમ કક્ષા પૂરી કરી લીધી
- હવે 1 ઓગસ્ટે ચંદ્રની ભ્રમણકક્ષામાં મૂકાશે
ભારતનું ચંદ્રયાન-3 ચંદ્ર ભણી ધસમસતા વેગે જઈ રહ્યું છે. આજે 25 જુલાઈએ ચંદ્રયાને પૃથ્વીની છેલ્લી અને અંતિમ પાંચમી કક્ષા પૂરી કરી લીધી છે. ઈસરોએ આ વાતની માહિતી આપી છે. ઈસરોએ ટ્વિટ કરીને જણાવ્યું કે ઓર્બિટ રેઈઝિંગ મેનેવૂર (અર્થ બોન્ડ પેરીજી ફાયરિંગ) સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. હવે પછી ફાયરિંગ (ભ્રમણકક્ષામાં ગોઠવવું) 1 ઓગસ્ટ 2023ના દિવસે થશે જેમાં ચંદ્રયાનને ચંદ્રની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે.
1 ઓગસ્ટ બાદ ચંદ્રની ભ્રમણકક્ષામાં ગોઠવાશે
ચંદ્રયાન એક અઠવાડિયું સતત ચાલશે અને એક અઠવાડિયા બાદ તે ચંદ્રની ભ્રમણકક્ષાની છેક નજીક પહોંચી જશે અને ઈસરો દ્વારા તેને મૂનની કક્ષામાં દાખલ કરવામાં આવશે જે પછી 23 દિવસ બાદ તે ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર સોફ્ટ લેન્ડિંગ કરશે.
Advertisement
Advertisement