
- કેન્દ્ર સરકારે ભારતીય કાયદાઓમાં ફેરફારનો પ્રસ્તાવ મૂક્યો
- ભારતીય ન્યાય સંહિતામાં ધારા 420 બદલાઈ
- ભારતીય ન્યાયિક સંહિતા, 2023ની કલમ 316 તરીકે સૂચિબદ્ધ થશે
આપણે ત્યાં વર્ષોથી ‘420’ શબ્દનો ઉપયોગ સદીઓથી રૂઢિપ્રયોગ તરીકે કરવામાં આવે છે. જ્યારે પણ કોઈ કોઈને છેતરે છે તો તેને 420 કહેવાય છે. આ શબ્દ સામાન્ય ભાષામાં ખૂબ જ પ્રચલિત છે. પુસ્તકો, નવલકથાઓથી માંડીને તમામ ભાષણોમાં આ શબ્દનો ઉપયોગ થયો છે. રાજ કપૂરની ફિલ્મ શ્રી 420 પણ આ શબ્દ પર આવી હતી. પણ હવે ચીટરને 420 નહીં કહી શકાય. કારણ કે, હવે ભારતીય ન્યાયિક સંહિતા, 2023ની કલમ 316 તરીકે સૂચિબદ્ધ થશે. 163 વર્ષથી ચાલતા જૂના કાયદામાં ફેરફાર થવા જઈ રહ્યો છે.
આ ધારાઓ બદલાઈ જશે
ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે સંસદમાં કાયદામાં ફેરફાર સાથે સંબંધિત ત્રણ બિલ રજૂ કર્યા. આ બિલ માત્ર 420 પૂરતું મર્યાદિત નથી પરંતુ તેમાં હત્યાની કલમ 302 બદલવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે. હવે તેને કાયદાની કલમ 101માં બદલવાની દરખાસ્ત કરવામાં આવી છે. આ સાથે કલમ 144 બદલીને 187 કરવામાં આવશે.