
- ચંદ્રયાન ચંદ્રની વધુ નજીક પહોંચ્યું
- ઈસરોએ સફળતાપૂર્વક પૂરી કરાવી ચંદ્રની 5મી કક્ષા
- 23 ઓગસ્ટે થશે ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર લેન્ડિંગ
ચંદ્રયાન ચંદ્રની વધુ નજીક પહોંચ્યું છે. બુધવારે ઈસરોએ પૃથ્વી પર કમાન્ડ આપીને ચંદ્રયાન-3ને ચંદ્રની અંતિમ અને પાંચમી કક્ષા સફળતાપૂ્ર્વક પૂરી કરાવી દીધી અને હવે તે ચંદ્રથી ફક્ત 163 કિમી દૂર રહે છે. અસીમિત બ્રહ્માંડમાં આ અંતર પથ્થર ફેંકતા પડે એટલું પણ ન કહી શકાય, આમ ચંદ્રયાન હવે ચંદ્રની વધુ નજીક પહોંચ્યું છે.
23 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર ઉતરાણ
પાંચમી કક્ષા સફળતાપૂર્વક પૂરી કરી લીધી હોવાથી હવે ફક્ત એક અઠવાડિયામાં ચંદ્રયાન ચંદ્રની ધરતી પર ઉતરી જવાનું છે. 23 ઓગસ્ટના સાંજના 6 વાગ્યાની આસપાસ તે દક્ષિણ ધ્રૂવ પર સોફ્ટ લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરશે અને સફળ રહ્યું તો શાંતિથી ઉતરી જશે.
Advertisement
Advertisement