ગુજરાતઅન્ય જિલ્લાઅમદાવાદઆણંદખેડાગાંધી નગરટૉપ ન્યૂઝનવી દિલ્હીભારતરાજકારણ

મોદી સરકારની નવી ભલામણો : અદાલતોનો પાવર ખતમ થઇ જશે ? જો આ લાગુ પડશે તો

કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવેલ SOPમાં કહેવામાં આવ્યું કે સરકારી અધિકારીઓ કોર્ટના કર્મચારી નથી અને કોર્ટની કાર્યવાહી દરમિયાન તેમના ડ્રેસ કોડ પર વાંધો ન ઉઠાવવો જોઈએ

  • કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એક SOP રજૂ કર્યું છે 
  • કોર્ટમાં હાજર થતાં સરકારી અધિકારીઓને લઈને થોડી વાતો કહી 
  • ન્યાયાધીશોએ અધિકારીઓના પહેરવેશ પર ટિપ્પણી કરવાથી બચવું

Standard Operating Procedure: કેન્દ્ર સરકાર એક ડ્રાફ્ટ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર એટલે કે SOP લઈને આવી છે. જેને સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. આ ડ્રાફ્ટમાં કેન્દ્ર સરકારે કોર્ટમાં હાજર થવા જઈ રહેલા સરકારી અધિકારીઓને લઈને કેટલીક વાતો કહી છે.

અધિકારીઓના પહેરવેશ પર ટિપ્પણી કરવાથી બચવું
ડ્રાફ્ટ મુજબ સરકારનું કહેવું છે કે ન્યાયાધીશોએ સરકારી અધિકારીઓના પહેરવેશ અને સામાજિક પૃષ્ઠભૂમિ પર ટિપ્પણી કરવાથી બચવું જોઈએ. સરકારી અધિકારીઓ કોર્ટના કર્મચારી નથી. તેથી કોર્ટની કાર્યવાહી દરમિયાન તેમના ડ્રેસ કોડ પર કોઈ વાંધો ઉઠાવવો જોઈએ નહીં સિવાય કે તે તેના હોદ્દા મુજબ અનપ્રોફેશનલ અટેલે કે બિનવ્યાવસાયિક હોય.

Advertisement

સરકારી અધિકારીઓને વીડિયો કોન્ફરન્સિંગ કનેક્ટ કરવાની મંજૂરી
એક અહેવાલ મુજબ ડ્રાફ્ટ એસઓપીમાં સરકારે કોર્ટની કાર્યવાહીમાં આવા અધિકારીઓની હાજરી અંગે ઘણા સૂચનો આપ્યા છે. આમાં કોર્ટના તિરસ્કારના કેસમાં તેમની હાજરીનો પણ સમાવેશ થાય છે. SOPમાં કહેવામાં આવ્યું છે કે આ માર્ગદર્શિકા ગૌણ અદાલતોમાં લાગુ થવી જોઈએ. સરકારના મતે તેનો હેતુ કોર્ટ અને સરકાર વચ્ચે અનુકૂળ વાતાવરણ બનાવવાનો છે. આ સાથે કોર્ટની અવમાનનાનો અવકાશ પણ ઘટાડવાનો છે. એસઓપીમાં કોર્ટ અને સરકારી સંસાધનોનો સમય બચાવવા માટે સરકારી અધિકારીઓને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કનેક્ટ કરવાની મંજૂરી આપવાનું પણ કહેવામાં આવ્યું છે.

‘કોર્ટે સંયમ દાખવવો જોઈએ’
એસઓપીમાં કહેવામાં આવ્યું છે કે કોર્ટની કાર્યવાહીમાં સરકારી અધિકારીઓની હાજરી માત્ર અપવાદરૂપ કેસોમાં જ હોવી જોઈએ. એટલું જ નહીં એસઓપીમાં કહેવામાં આવ્યું છે ‘જાહેર હિતની અરજી અને અવમાનના કેસમાં અધિકારીઓને બોલાવતી વખતે કોર્ટે સંયમ દાખવવો જોઈએ.’

Advertisement

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button