ગુજરાતઅન્ય જિલ્લાઅમદાવાદઆંકલાવઆણંદઉમરેઠખંભાતખેડાટૉપ ન્યૂઝબોરસદરાજકારણસમાચારસોજીત્રા

કામ કઢાવવા કામલીલાનું સ્પાય કાંડ !

કેતકી વ્યાસ-જે.ડી પટેલની સામે ACB કરશે તપાસ

આણંદના કલેક્ટર ડી.એસ ગઢવીની ચેમ્બરમાં સ્પાય કેમેરા લગાવવાના મામલે વધુ એક કાર્યવાહી કરવામાં આવનાર છે. સ્પાય કેમેરા કાંડમાં સંડોવાયેલા કેતકી વ્યાસ અને જે.ડી પટેલ સામે ગુનો નોંધાયા બાદ તેઓની મુશ્કેલી વધવાની છે. હવે લાંચ રૂશ્વત વિરોધી ખાતું એટલે કે ACB તેમના વિરૂદ્ધ મિલકતોની તપાસ કરશે. આણંદ કલેક્ટર ઓફિસમાં ચિટનીશ તરીકે ફરજ બજાવતા જે.ડી પટેલ અને અધિક કલેક્ટરે ફાઇલો અટકાવી મસમોટી લાંચ લેવાનો પ્લાન બનાવ્યો હતો. ત્યારે સ્પાય કેમેરા કાંડમાં હવે તેમની બેનામી મિલકતોની પણ તપાસ કરવામાં આવશે. કેતકી વ્યાસ અને જે.ડી પટેલે લાંચ રૂશ્વતના નાણાંથી વિદેશમાં રોકાણ કર્યું હોવાની પણ ચર્ચા છે. ત્યારે હવે પોલીસ બાદ ACB સમગ્ર મામલે તપાસ શરૂ કરતાં સ્પાયકાંડના આરોપીઓની બેનામી મિલકત ટાંચમાં લેવાય તેવી શક્યતા છે.

કર્મચારીઓએ જ  પ્લાન ઘડ્યો હોવાનો ખુલાસો
આણંદના કલેક્ટર ડી.એસ ગઢવીની ઓફિસમાં સ્પાય કેમેરો મુકવાને લઇને 3 લોકોની ધરપકડ કરાઇ છે. જોકે, પોલીસ તપાસમાં સ્પાય કેમેરા કાંડ અને મહિલાના વીડિયોને લઇને ચોંકાવનારી માહિતી સામે આવી છે. કલેક્ટર કચેરીમાં જમીનોના દસ્તાવેજોની અરજીમાં મોટી કટકી લેવાના કેતકી વ્યાસના ઇરાદા પર કલેક્ટર ડી.એસ. ગઢવીએ પાણી ફેરવી દેતાં 3 લોકોએ તેમને ફસાવવા સમગ્ર પ્લાન ઘડ્યો હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે. પોલીસે કેતકી વ્યાસ, જે.ડી પટેલ અને હરીશ ચાવડા સામે ગુનો દાખલ કર્યો છે. 22 ઓગસ્ટ સુધીના ત્રણેય આરોપીના રિમાન્ડ મંજૂર કરાયા છે.

Advertisement
કેતકી વ્યાસ

સ્પાય કેમેરા કાંડ પાછળ લાંચકાંડ!
સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે સરકારે જંત્રી વધારવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય લાગુ કરતા પહેલા સરકારે જુની જંત્રીએ 2 મહિના સુધી જમીનની અરજીઓ ક્લિયર કરવા માટે સમય પણ આપ્યો હતો. આ સમય દરમિયાન જમીન ખાતાના ચીટનિશ જે.ડી પટેલે જુની જંત્રીની તમામ ફાઇલો ક્લિયર ન કરી દબાવી રાખી અરજદારોને ફાઇલ ક્લિયર કરવા માટે મોટી રકમ માગી હતી. જોકે, કલેક્ટર ડી.એસ ગઢવીને ચીટનિશ જે.ડી પટેલના ઇરાદાઓની ગંધ આવી જતાં તેમણે અરજદારોની ફાઇલો ક્લિયર કરવા સૂચના આપી હતી.

જે.ડી.પટેલ

કલેક્ટરને ફસાવવા લગાવાયા સ્પાય કેમેરા
જુની જંત્રી બાદ નવી જંત્રી ડબલ થઇ જતાં ડબલ પ્રિમિયમ ચૂકવવા ન માગતા અરજદારો ફાઇલો 90 દિવસમાં ક્લિયર કરાવવા માટે મોં માગી રકમ આપવા તૈયાર થઇ જતા હતા. જો કે ફાઇલો અટકાવી લાંચ લેતી લાંચિયા ટોળકી કલેક્ટર ગઢવીની સૂચના બાદ લાંચ વસૂલી શકે તેવી સ્થિતીમાં ન હતી. કલેક્ટર ડી.એસ. ગઢવીના કારણે સંખ્યાબંધ અરજદારો પાસેથી મોટી લાંચ હાથમાંથી જતી જોઇ કેતકી વ્યાસ અને જેડી પટેલે કલેક્ટર ડી.એસ ગઢવીને ફસાવવાનો પ્લાન બનાવ્યો હતો. આ પ્લાન મુજબ જે.ડી પટેલે મિત્ર હરીશ ચાવડા પાસેથી ઓનલાઈન સ્પાય કેમેરા મંગાવ્યા હતા. જે બાદ તેને કોઈને ખબર ન પડે એવી રીતે કલેક્ટરની ઓફિસમાં ગોઠવ્યા હતા. જે બાદ કલેક્ટરની ઓફિસમાં મહિલાને મોકલીને વીડિયો રેકોર્ડ કરી લીધો હતો. ઓપરેશન પાર પાડ્યા બાદ સ્પાય કેમેરાને જે.ડી.પટેલે સળગાવી દીધો હતો. જે.ડી.પટેલને રહેમરાહે મહેસૂલ વિભાગમાં નોકરી મળી હતી તેમજ વહીવટની આવક વિદેશમાં રોકતો હોવાની ચર્ચા છે.

Advertisement

કલેક્ટર ગઢવીને ફસાવવા ટોળકીનું કારસ્તાન
સૂત્રો દ્વારા એમ પણ ચર્ચાઇ રહ્યું છે કે, કલેક્ટર ડી.એસ ગઢવીને ફસાવવા માટે અગાઉ કેતકી વ્યાસ અને લાંચીયા ટોળકીએ અગાઉ 2 મહિલાને કલેક્ટર પાસે મોકલી હતી. વીડિયો ઉતાર્યા બાદ આ બંને કલેક્ટરને બ્લેકમેલ કરીને વિવાદોવાળી ફાઈલોમાં સહી કરાવી લેતા હતા. જે બાદ આ બંને કલેક્ટર ડી.એસ ગઢવીને બ્લેકમેલ કરી આર્થિક લાભ મેળવતા હતા અને કામ કઢાવવા દબાણ કરતા હતા. જે બાદ વિવાદિત ફાઈલો ક્લિયર ન કરતા વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button