
- હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી
- ઓગસ્ટ મહિનાના અંતમાં સિસ્ટમ સક્રિય બનશે
- સિસ્ટમ સક્રિય થતા બંગાળના ઉપસાગરમાં આવતા લો પ્રેશર બનશે
- લોપ્રેશન બનતા 27 ઓગસ્ટ બાદ વરસાદની શક્યતા
ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે, રાજ્યમાં 22 અને 23 ઓગસ્ટે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે.
Advertisement
હજુ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની અછતઃ અંબાલાલ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, આ વખતે ઓગસ્ટ માસમાં વરસાદનો ઘણો વિરામ રહ્યો, જેના કારણે ખેડૂતો મૂંજવણમાં મુકાયા હતા. પરંતુ વચ્ચે કંઈક અંશે થોડો વરસાદ થતાં ખેડૂતોના પાકને જીવનદાન મળ્યું છે. પરંતુ હજુ પણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની અછત છે.
Advertisement