ગુજરાતઅન્ય જિલ્લાઅમદાવાદઆંકલાવઆણંદઉમરેઠકપડવંજખંભાતખેડાગાંધી નગરગુજરાતજૂનાગઢટૉપ ન્યૂઝઠાસરાનડિયાદનવી દિલ્હીબોરસદભારતમુંબઇવર્લ્ડસમાચારસોજીત્રા

નેપાળમાં ભયંકર અકસ્માત : તીર્થયાત્રીઓ ભરેલી બસ ખીણમાં ખાબકી

તીર્થયાત્રીઓથી ભરેલી બસ નદીમાં ખાબકતા 8ના મોત અને 15થી વધુ ઘાયલ

  • નેપાળમાં ગુરુવારે વહેલી સવારે એક મોટી દુર્ઘટના
  • ચુરિયામાઈ મંદિર પાસે બસ અકસ્માતમાં 8 લોકોના મોત
  • બસમાં જે યાત્રાળુઓ હતા તે મોટાભાગના ભારતના હતા

નેપાળમાં ગુરુવારે વહેલી સવારે એક મોટી દુર્ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, બારા જિલ્લાના જીતપુર સિમરા સબ-મેટ્રોપોલિટન-22ના ચુરિયામાઈ મંદિર પાસે બસ અકસ્માતમાં 8 લોકોના મોત થયા હતા. માર્યા ગયેલા તમામ લોકોની ઓળખ થઈ ગઈ છે. બસમાં જે યાત્રાળુઓ હતા તે મોટાભાગના ભારતના હતા.

નેપાળ દુર્ઘટનાને લઈ જિલ્લા પોલીસ બારાના પ્રવક્તા દાધીરામ ન્યુપાનેએ જણાવ્યું હતું કે, માર્ગ અકસ્માતમાં ત્રણના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 5 વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ તરફ બસના ડ્રાઈવરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. વિગતો મુજબ બસ કાઠમંડુથી જનકપુર જઈ રહી હતી. આ દરમિયાન તે રસ્તા પરથી નીચે ઉતરી લગભગ 15 મીટર નીચે પડી ગઈ હતી.

Advertisement

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button