
પેટલાદ શહેરમાં રખડતાં ઢોરનો આતંક યથાવત રહ્યો છે. ઢોરના ત્રાસના નિયંત્રણ માટે નગરપાલિકાના પ્રમુખ નિષ્ક્રિય અવારનવાર પશુઓના ત્રાસના કારણે શહેરી વિસ્તારની અંદર અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે. ત્યારે વારંવાર આ બાબતે સરકાર દ્વારા જે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી તેમજ ઢોર નિયંત્રણનો કાયદો બનાવવામાં આવ્યો છતાં એ માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ રખડતાં ઢોરને નિયંત્રિત રાય તો કેટલાક અંશે આ અકસ્માતો અટકી શકે છે.
પેટલાદ શહેરની અંદર જે રીતે વારંવાર ઢોરનો ત્રાસ વધી ગયો છે. ત્યારે આ બાબતે પેટલાદ નગરપાલિકા નિષ્ક્રિય હોય તેવા દ્રશ્યો હાલ તો કેમેરામાં કેદ થયા છે. પેટલાદ શહેરની અંદર વારંવાર રખડતાં ઢોરનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. કેટલાક વિસ્તારની અંદર રખડતાં ઢોરના કારણે મોટો ટ્રાફિક સર્જાય છે. તો બીજી બાજુ શહેરમાં આવેલ શાળાઓ છૂટ્યાના સમયે વિદ્યાર્થીઓ આ રસ્તામાંથી પસાર થતાં હોય છે ત્યારે આ સમયે જે રસ્તામાં વચ્ચોવચ્ચ તેમજ રસ્તાની આજુબાજુ જે ઢોરોના અડિંગા હોય છે. જેના કારણે ઘણીવાર અકસ્માત થતો હોય છે. પરંતુ પેટલાદ નગરપાલિકા દ્વારા આ ઢોર નિયંત્રણ બાબતે કોઈપણ પ્રકારનું નિયંત્રણ લાવવામાં આવતું નથી.