
- હવામાન નિષ્ણાંત અંબાલાલે કરી વરસાદની આગાહી
- 28 ઓગસ્ટથી દેશમાં ગરમી વધવાની શક્યતાઃ અંબાલાલ
- સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં સારા વરસાદની શક્યતાઃ અંબાલાલ
ગુજરાતમાં ચોથા રાઉન્ડના વરસાદની રાહ જોતા ખેડૂતો માટે નિરાશાજનક સમાચાર છે. હજુ સુધી રાજ્યમાં વરસાદી સિસ્ટમ ઉદ્દભવી ન હોવાથી આગામી દિવસોમાં પણ મેઘરાજા આરામના મૂડમાં જ રહેવાના છે. રાજ્યમાં વરસાદી ઝાપટા જેવો છૂટોછવાયો વરસાદ પડી શકે છે. આ સિવાય હજુ પણ ક્યાંય ભારે વરસાદની આગાહી સ્થાનિક હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી નથી. હવામાન નિષ્ણાંતો દ્વારા પણ રાજ્યમાં હળવા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.
વરસાદને અંગે અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, હાલ રાજ્યમાં સારા વરસાદની શક્યતા નહીવત છે. 27થી 30 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા ઝાપટાં પડશે. પિયત વ્યવસ્થાપન હોય તો ખેડૂતોએ પીયત કરવું જોઈએ. ગરમીની આગાહી કરતા તેઓએ જણાવ્યું છે કે, 28 ઓગસ્ટથી દેશમાં ગરમી વધવાની શક્યતા છે.
Advertisement
Advertisement
Advertisement