લોકડાઉનના પગલે તેલની મિલો બંધ રહેતા પશુપાલકોને અંશતઃ અસર

ખોળના ભાવ લોકડાઉન અગાઉ ૧૦૦૦ થી ૧૨૦૦ રૂપિયા હતા. તે વધીને ૧૫૦૦ થી ૧૬૦૦ ભાવ થતાં પશુઓને ખવડાવું શું તે પ્રશ્ન
આણંદ, તા. ૨૭
લોકડાઉનમાં મોટાભાગના વેપારધંધાઓને માઠી અસર થઇ હતી. પરંતુ ખેતી અને પુશપાલન વ્યવસાય પર તેની કોઇ અસર વર્તાઇ ન હતી.જો કે લોકડાઉનમાં તેલની મીલો બંધ રહેતા કપાસ, મકાઇ સહિતના ખોળના ઉત્પાદન અટકી જતાં હાલમાં ખોળનો સ્ટોક પુરતો ન હોવાથી પશુપાલન અશંતહ અસર વર્તાઇ રહી છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં દૂધાળા પશુઓની દૂધ આપવાની સમક્ષા ઘટે છે.તેવા સમયે ખોળના ભાવમાં ૪૦ ટકાનો વધારો થયો છે.તેના કારણે નાના પશુપાલોક મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.ચરોતરમાં ત્રણ લાખ ઉપરાંત પુશપાલકોને તેની સીધી અસર થઇ છે. દૂધાળા પશુઓ દૂધ વધુ આપે તે માટે પશુપાલકો દાણ સાથે કપાસ અને મકાઇનો ખોળ ખવડાવે છે.જેના કારણે દૂધ વધુ આવતાં આવક સારી થાય છે.લોકડાઉનના પગલે તેલ મીલો બંધ રહેતા છેલ્લા કેટલાંક દિવસથી ખોળનું ઉત્પાદન અટકી ગયું હતું.જેના કારણે બજારમાં ખોળની અછત ઉભી થઇ છે. જેથી લોકડાઉન અગાઉ રૂ ૧૦૦૦ થી ૧૨૦૦ માં ૪૦ કિલો મકાઇનો ખોળ મળતો હતો.તેના ભાવ હાલમાં ૧૫૦૦ થી ૧૬૦૦ બોલાય છે.ખોળની સાથે સાથે સુકાઘાસ ચારાનો ભાવ વધી ગયો છે. જેથી હાલ નાના પશુપાલકોને બે ટાઇમ ખોળ કે સુકોઘાસચારો કયાંથી ખવડાવો તે પ્રશ્ન થઇ પડયો છે.હાલમાં દૂધ ઘટી જતું હોવાથી આવક ઓછી થઇ જાય છે.ત્યારે ખોળના ભાવવધી જતાં તેના નાંણા કયાંથી લાવવા તે પ્રશ્ન પશુપાલકોને સતાવી રહ્યો છે. આ અંગે આણંદના એક કેટલફીડ ના વેપારી એ જણાવ્યું હતું કે મકાઈ,મગફળી,કપાસ ની તેલની મિલો બંધ થઈ જવાના કારણે ખોળ નું ઉત્પાદનમાં ઘટાડો થયો છે. જેના કારણે માલ ની અછત ઉભી થઈ છે,જ્યારે માંગ વધી રહી છે જેથી ભાવ વધારો થયો છે. ઉનાળાની ગરમીમાં પશુઓ દૂધ ઓછુ આપે છે. જેથી બે ત્રણ પશુઓ રાખતા લોકોને આવક ઘટી જાય છે.જેમાં પશુઓ ખોળ,સુકોઘાસચારો વગેરે ખવડાવો પડે છે.તે ખરીદતા કંઇ બચે તો જીવનજરૂરીયાતની ચીજ વસ્તુઓ ખરીદી છે.પરંતુ બજારમાં ખોળના ભાવ વધી ગયા છે.જેથી એક પશુઓ સવાર સાંજ બેથી ત્રણ કિલો ખોળ ખવડાવો પડે છે.પણ ભાવ વધી જતાં તેઓને ખવડાવુ શું તે પ્રશ્ન થઇ પડયો છે.આવક ઘટતાં અનેક સામાન્ય વર્ગના લોકોની દયનીય હાલત થઈ
છે.